________________
૧૨૯
તીવ્ર ઈરછા ખરા અંત:કરણથી તે પોતે રાખતો હતો તે ઈચ્છાનું સુંદર કથન ઉક્ત સ્તંભલેખની શરૂઆતના ભાગમાં તેણે કરેલું છે. તેણે જે શબ્દ તેમાં વાપરેલા છે તે શબ્દોમાં તેના અંતરના ઊંડાણની ધગશની ઝાંખી થતી હોવાથી તે શબ્દો જ અહીં ઊતારવા, એ જ યોગ્ય થઈ પડશે –
મને આમ લાગ્યું – ભૂતકાળમાં રાજાઓએ એમ ઇચછેલું કે, અનુરૂપ ધર્મવૃદ્ધિની સાથેસાથે લેકે આગળ વધે. પણ અનુરૂપ ધર્મવૃદ્ધિની સાથેસાથે લેકે આગળ વધ્યા નહિ. તે પછી કેવી રીતે લેકે (ધર્મને) અનુસરતા થાય ? અનુરૂપ ધર્મવૃદ્ધિની સાથેસાથે લોકે કેવી રીતે આગળ વધે છે ધર્મવૃદ્ધિની સાથેસાથે તેમનામાંના કેટલાકને હું કેવી રીતે ઉન્નત કરે...મને આમ સૂઝયું - હું ધર્મશ્રાવણ સંભળાવીશ. હું ધર્મોપદેશ કરાવીશ. લે તે સાંભળીને તેમ વર્તશે, પિતાની જાતને ઉન્નત કરશે, અને ધર્મવૃદ્ધિની સાથેસાથે ખૂબ આગળ વધશે.”
ઉપર ફકરે વાંચતાં એટલું તો સ્પષ્ટ થાય છે કે, ધર્મ પ્રચારનો સવાલ લાંબા વખતથી અશોકના મગજમાં ઘોળાયાં કરતો હતો. બહુ જ ગંભીરતાથી અને અતિશય કાળજીથી તે એ બાબતને વિચાર લાંબા વખતથી કર્યા કરતે હતે. ધર્મપ્રચારને વિચાર કરનાર તે પોતે જ પહેલવહેલો રાજા ન હો, એમ તો અશોક પિતે જ ખરા જિગરથી કબૂલ કરી દે છે. પરંતુ તેની પોતાની પહેલાં થઈ ગએલા રાજાઓને પિતાના એવા પ્રયત્નમાં કાંઈ ખાસ ફતેહ મળવા પામી ન હતી, એ બાબતને પૂરેપૂરો વિચાર કરીને છેવટે તેણે પિતાને કાર્યક્રમ નક્કી કર્યો, અને પિતાના ઇષ્ટ હેતુને બર લાવવાના કામે તે કાર્યક્રમને અમલમાં મુકવાનો નિશ્ચય તેણે કર્યો. તેણે પિતે જે ઉપાયો યોજેલા તે ઉપાયો પૈકીના ઘણા ખરા ઉપાયો ઉક્ત સ્તંભલેખમાં તેણે ગણવેલા છે. તેમાં ધર્મોપદેશ અગ્રસ્થાન ભવે છે. વધારામાં અશોક કહે છે કે, લોકોને ધર્મોપદેશ કરવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com