________________
આ ગ્રંથનો મુખ્ય આશય શિલાલેખો વગેરેના શાસ્ત્રનો નથી પણ ઇતિહાસને છે, એ વાત ખરી છે. તેમ છતાં પણ નિદાન પ્રાચીન હિંદુસ્તાનના સંબંધમાં તો શિલાલેખે વગેરેથી અથવા પ્રાચીનવસ્તુશાસ્ત્રથી કે સંસ્કૃત અને સંસ્કૃતિ સંબંધી સાહિત્યથી ઇતિહાસને છેક જ અલગ રાખવાને સમય હજી આવી મળ્યો નથી અને કદાચ કદિ આવશે પણ નહિ. અશેકનાં શાસનમાંના કેટલાક શબ્દોને અને ફકરાઓનો અર્થ ઘટાવવાની અથવા તેમને સમજવાની હજી ઘણી જરૂર રહે છે. અલબત્ત, આ ક્ષેત્રમાં હાલમાં ડૉ. એફ. ડબલ્યુ. થોમસ સાહેબે ઉત્તમ કાર્ય કર્યું છે. આથી કરીને આપણું પ્રાચીન ઈતિહાસના આ સાધનની અવગના મેં કઈ પણ રીતે કરી નથી. ખાસ કરીને આઠમા પ્રકરણમાં અશોકનાં શાસનનાં ભાષાંતર અને તત્સંબંધી ટીકાઓ મેં આપ્યાં છે તેના ઉપરથી, આના ઉપર મેં પૂરતું ધ્યાન આપ્યું છે, એમ જણાઈ આવશે.
હું કહી ગયો છું કે, અશોકના શિલાલેખોએ લગભગ પચીસ વર્ષ સુધી મારું ધ્યાન ખેંચેલું છે. પરંતુ સ્નાતકોત્તર (પોસ્ટ-ગ્રેજ્યુ એટ) અભ્યાસના વિકાસની બાબતમાં જેના માર્ગદર્શનથી–અરે, જેની દીર્ઘદૃષ્ટિથી–સદાને માટે આપણે વિમુખ થઈ ગયા છીએ એવા સ્વર્ગસ્થ સર આશુતોષ મુકરજી (સરસ્વતી) ની સ્મરણકારી તીવ્ર બુદ્ધિની અપૂર્વ સૃષ્ટિરૂપ કલકત્તાની વિદ્યાપીઠના “ કાર્માઈકલ પ્રોફેસર ઓફ એસ્પ્રંટ ઇડિયન હિસ્ટરી એડ કલ્ચર” તરીકે કામ કરવા અને એ વિદ્યાપીઠના શુદ્ધ અને બુદ્ધિવિષયક વાતાવરણમાં જીવન જીવવા હું કલકત્તે આવ્યો ત્યારે જ આ દિશામાં હું વધારે પ્રગતિ સાધી શકયો હતો, એમ વધારામાં કહ્યા વગર ચાલે તેમ નથી. આ ગ્રંથની પ્રસિદ્ધિના સંબંધમાં સ્વ. સર આશુતોષ ખાસ રસ લેતા હતા. છાપખાનામાં બે વર્ષ સુધી રહીને હવે પ્રસિદ્ધ થતો આ ગ્રંથ જોવા જેટલું વધારે આયુષ્ય તેમણે ભગવ્યું નહિ, એ અત્યંત શેકકારક બિના મને સદા યે સાલ્યાં કરશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com