SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ '' દિલથી આવી ટીકા કરીને મને આભારી કયા છે ત્યારે મારા ગ્રંચના સંબંધમાં એક દરે તેઓ શું ધારે છે તે દર્શાવતા નીચેના ક્રૂકરો તેમના ખરા અંતઃકરણના ઉદ્ગાર દર્શાવે છે, એમ માનવાને કારણ મળે છેઃ— શિલાલેખામાંની માહિતીની સાથે એવધુ પ્રમાણમાં અધબેસતી પરંપરાગત હકીકતની સામાન્ય તપાસ કરીને અશોકના વિવેચનાત્મક ઇતિહાસ બડવાનો તમારો પ્રયત્ન ખાસ ન હતા; તમારા ઉદ્દેશ્ન તા, અત્યાર સુધી અણુધારી હાય એવી શી માહિતી કુશાગ્રબુદ્ધિવાળા અને મવેદી સંશોધકને મળે છે, એ ઉક્ત શિલાલેખાનુ પૃથક્કરણ કરીને બતાવવાના હતા. સાહિત્ય સાથેના લાંબા વખતના તમારા પરિચયથી આ કામને માટે ખીજના કરતાં તમે વધારે તૈયાર થએલા છે. પુસ્તાની મદદથી શિલાલેખાના ઉપર પ્રકાશ પાડીને તમે તમારા ચિત્રને સચેતન કર્યું છે, એ અનુપમ શક્તિની અજાયબી છે. ” અશાકની સાથે સંબંધ ધરાવતા અનેક પ્રશ્નના હછ ગૂંચવાડાભરેલા પ્રકારના છે. પરદેશખાતાની તેની નીતિથી હિંદુસ્તાનના ઉપર શી અસર ચએલી ? એ આવા પ્રશ્નો પૈકીના એક પ્રશ્ન છે. ધર્માંપદેશક તરીકેની તેની પ્રવૃત્તિયો બૌદ્ધપથ પશ્ચિમ-એશિયામાં પ્રસર્યાં હતા કે ક્રમ અને તે પ્રસર્યાં હતા તેા કેટલા અંશે ? એ આવા ખીજો પ્રશ્ન છે. આવા પ્રશ્નોના સબંધમાં છૂટથી અને મેધડક ચર્ચા થાય નહિ ત્યાં સુધી ક્રાઇ પણ છેવટના નિર્ણય લાવવાનુ બની શકે તેમ નથી. મારા અભિપ્રાયા જેવા છે તેવા મે દર્શાવ્યા છે; અને વિદ્વાના તેમ જ ખાસ કરીને ઇતિહાસકારા કયા ભિન્ન અભિપ્રાયા દર્શાવે છે તે જોવાનું હવે રસભર્યું થઇ પડશે. આ અભિપ્રાયા જેમ વધારે વિવિધ હાય તેમ એ પ્રશ્નોના વિચાર કરવા માટેનાં દૃષ્ટિબિંદુએ પણ સંખ્યામાં વધારે હોય અને પરિણામમાં તેમને નિય વહેલા કરવાની શકયતા પણ વધારે હાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy