________________
- ૧૧૫
અમુક દેખાવ જુએ તેટલા માટે તે વગાડવામાં આવતું: એમ તે કહે છે; અને ધર્મને ઉત્પન્ન કરીને વિકસાવનારા એ દેખાવ હોવાથી તે એવા ટોલને ધર્મષ કરનારા ઢેલ તરીકે વર્ણવે છે. પણ અશોક પોતાની પ્રજાને કયા દેખાવાનું પ્રદર્શન કરતા હતા ? વિમાને તથા હાથીઓ અને અગ્નિના ઓઘ તથા એવાં બીજું પ્રદર્શન તે પિતાની પ્રજાને કરતે હતો, એ દેખીતું છે. પાલિભાષાના સાહિત્યમાં “વિમાનવ” નામક ગ્રંથ છે તેમાંથી ઉક્ત શબ્દોના ખરા અર્થને ખુલાસે મળે છે. ધાર્મિક માણસને જે અનેક પ્રકારના બદલા પરલોકમાં મળી શકે છે તે અનેક પ્રકારના બદલાનું વર્ણન એ ગ્રંથમાં કરેલું છે. તેને પોતાની યોગ્યતાના પ્રમાણમાં એક પ્રકારનું કે બીજા પ્રકારનું દેવત્વ મળે છે. ઉક્ત અનેક પ્રકારના બદલા પૈકીનો એક બદલે તે વિમાન” છે. તંભોના આધારે રહે એ મહેલ પરમસુખના કેંદ્ર તરીકે મનાયો છે, અને તેને દેવી માલીક પોતાની મરજીમાં આવે તેમ તેનું હલનચલન કરી શકે છે. “હૃતિ' (હાથી) બીજા પ્રકારનો બદલે છે. એ હાથી સારી રીતે શણગારાએલો તેમ જ તદ્દન સફેદ અને આકાશગામી હોય છે. વળી, “વિમાનવઘુમાં એવું વર્ણન પણ કરેલું છે કે, ઘણાખરા દેવોને ચહેરે વીજળીની માફક કે.તારાની માફક કે અગ્નિની માફક પ્રકાશિત હોય છે. એક પિતાની પ્રજાને અગ્નિસંચય (ઉત્તિર કે કવિ ષ) કેવી રીતે બતાવત, એનું અનુમાન આના આધારે આપણે કરી શકીએ છીએ. ધમિક મનુષ્ય પરકમાં દેવત્વને પામે છે ત્યારે તેમના શરીરમાંથી કેવા પ્રકારને અગ્નિપ્રકાશ વછૂટે છે. એ પિતાની પ્રજાને અશેક બતાવતે હશે, એમ કહી શકાય છે. હિંદુ લેકે તે કાળે એમ માનતા -અને આજે પણ તેઓ એમ માને છે કે, સ્વર્ગમાંના દેવનું જીવન મર્યાદિત હોય છે. પિતાનાં સત્કર્મોના પુણ્યના પ્રમાણમાં મનુષ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com