________________
૧૧૪
કરાવી આપેલાં તત્ત્વોના આધારે જ તે પોતાને ઉપદેશ કરતો હતો : એટલું આપણે સમજી લઈએ તે પછી, તે પોતાના લેખમાં નિર્વાણને અથવા “અષ્ટાંગિક માર્ગો ઉલ્લેખ કરતો નથી, પણ “સ્વર્ગને ઉલ્લેખ કરે છે અને ધર્મના પરિણામમાં પરલોકમાં મેળવવાના બદલા તરીકે સ્વર્ગને ગણે છે : એ જોઈને આપણને નવાઈ લાગવી જોઈએ નહિ. બૌદ્ધ પંથમાં કહ્યું છે તેમ, સ્વર્ગનો અને નર્કને સિદ્ધાંત તે ખાસ કરીને ઉપાસકોને ધર્મ છે, અને સર્વોત્તમ સિદ્ધિ તથા નિર્વાણને આદર્શ તો ભિક્ષુઓને જ વિષય છે. બુદ્ધ ભગવાનનું મત એવું જ હતું. અનેક પ્રસંગે બુદ્ધ ભગવાને જણાવ્યું છે કે, ધમિક ગૃહસ્થાશ્રમી પરલોકમાં સ્વર્ગોમાંના એક સ્વર્ગમાં દેવ તરીકે જન્મ લે છે. આવું હેવાથી, આ લેકમાં ધાર્મિક જીવન ગાળ્યું હોય તેના સારાંશરૂપ સરવાળા તરીકે “સ્વર્ગને અશોક ગણે છે તેથી કાંઈ નવાઈ પામવાની નથી. ખાસ કરીને બૌદ્ધપંથમાં જ
સ્વર્ગની માન્યતા જોવામાં આવે છે, એમ કાંઈ નથી. અનેક ધર્મોમાં એ માન્યતા પ્રચલિત હતી અને છે. ખરેખર સવાલ તે એ
ભો થાય છે કે, બૌદ્ધસાહિત્યમાં જે પ્રકારના સ્વર્ગનું વર્ણન કરવામાં આવેલું તે પ્રકારના સ્વર્ગને અશોક પોતે માનતા હતા કે કેમ? પિતાના ચોથા મુખ્ય શિલાલેખમાં તે કહે છે કે, “પણ હવે દેવોને લાડકા પ્રિયદર્શી રાજાના ધર્માચરણના પરિણામમાં લેને વિમાનનાં દર્શન, હાથીઓનાં દર્શન, અગ્નિસંચય અને બીજા દિવ્યરૂપ બતાવાયા પછી તેનો અવાજ ધર્મને અવાજ બન્યો છે.” અહીં તે એમ કહેવા માગે છે કે, ધર્મને ઘેષ કરવાના કામે જ તે ઢેલને ઉપયોગ કરે છે. લડાઈ થવાની હોય કે પ્રજાને કાંઈ જાહેર કરવું હોય ત્યારે હંમેશાં પ્રથમ તે ઢોલ વગાડવામાં આવે છે. પરંતુ તેણે પિતે ધર્માચરણ શરૂ કર્યું ત્યારથી એ પ્રથા બંધ પડી. લડાઈ -કરવાના હેતુથી ઢેલ વગાડવામાં આવતું નહિ, પણ લેકે આવીને
૧, “મા મનિકાય”, ૧, ૨૮૯ અને ૩૮૮, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com