________________
૧૧૩
ઉપાસકનું વધારેમાં વધારે “મંગળ’ થાય છે, એમ એમાં જણાવેલું છે. ધર્મક્રિયાના અર્થવાળો આ ‘મંગળ’ શબ્દ અશોકના નવમા મુખ્ય શિલાલેખમાં “ધર્મનું પાલન મહાફળ આપનારું મંગળ છે એ અર્થવાળા “ધર્મમંગળ’ શબ્દની યાદ આપે છે, અને તેથી કરીને આપણું ખાત્રી થાય છે કે બૌદ્ધપંથના ઉક્ત “મહામનાઇ-સુર”માંથી જ અશોકને પિતાની એ વિચારસંકલન અને શબ્દયોજના સૂઝી આવી હતી. અશોકની ધર્મલિપિઓમાં ગણાવવામાં આવેલી ફરજે પણ “મહામંાઢ સુત્ત'માં ગણવવામાં આવેલી ફરજેને ઘણા અંશે મળતી આવે છે. ઉક્ત સૂત્રમાં આ મહામંગળોને ગણાવવામાં આવેલાં છે:-“પિતાની અને માતાની સેવા; પત્નીનું અને સંતાનોનું પાલન; દાન; સગાંસંબંધીની સંભાળ; પાપ ન કરવું તે; શ્રમણને સમાગમ અને યોગ્ય ઋતુમાં ધર્મપ્રવચન.” ૧ ધર્મના પેટામાં અશેકે ગણાવેલા સદ્દગુણો પૈકીના ઘણાખરા સદ્દગુણો તેમ જ તેણે ગણાવેલી ફરજો પૈકીની ઘણીખરી ફરજે ઉક્ત સૂત્રમાં જોવામાં આવે છે. વળી, આપણે એટલું પણ ધ્યાનમાં રાખવાનું છે કે, સામાન્ય મંગળની અને ધર્મમંગળની વચ્ચે રહેલે ભેદ અશકે બતાવેલ છે તેવી જ રીતે સાધારણ દાનની અને ધમ દાનની વચ્ચે રહેલ ભેદ પણ તેણે સમજાવે છે; અને ધર્માદાન સામાન્ય દાનથી અલબત્ત ચઢિયાતું છે, એમ તેણે વર્ણવ્યું છે. સેના સાહેબે બતાવી આપ્યું છે તેમ, “રાજં ધમવા વિનતિ” (ધર્મદાને સર્વ દાનોને ટપી જાય છે), એવું વાકય “ધ-v"માં છે તેને અનુસરીને જ અશે કે “પંક-વનની યોજના કરેલી હોવી જોઈએ. પરંતુ “
મનિસ્ટ-સુત્તમાં સદ્દગુણે અને ફરજો ગણાવ્યાં છે તેમ અહીં ગણાવાયા નથી.
અશોક પે તે બૌદ્ધપંથનો માત્ર ઉપાસક હતો, અને તે ગૃહસ્થાશ્રમીને ઉપદેશ કરતું હતું, અને બૌદ્ધપંથે ઉપાસકને માટે
૧. સે. બુ. ઈ, પુ. ૧૦ (ભા. ૨, ૫. ૪૩. ૨. ઇ. એ. ૧૮૯૧, પૃ. ૨૬૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com