________________
૧૧૧ છે કે, તેને નિદિ-વિન (ગ્રહસ્થાશ્રમીની સંસ્થા) કહેવામાં આવે છે. બુદ્ધોષ કહે છે કે, ગૃહસ્થાશ્રમીના એકંદર ધર્મને કોઈ પણ ભાગ આ સૂત્રમાં વર્ણવાયા વગર રહ્યો નથી. તેથી કરીને એ “સુનંત'નું નામ “નિહિ-વિન” (ગ્રહસ્થાશ્રમીની સંસ્થા) છે. આવું હાઈને કઈ મનુષ્ય તેને સાંભળીને તેમાં કરેલા ઉપદેશને અમલમાં મુકે તો તેની અવનતિ ન થતાં ઉન્નતિ જ થાય.” અલબત્ત, ઉપાસકના દષ્ટિબિંદુથી ઉક્ત સૂત્રને આટલું બધું મહત્ત્વ અપાએલું છે. એ સૂત્રને સારાંશ આવો છે – રાજગૃહમાંના વાંસના વનમાં બુદ્ધ ભગવાન એક પ્રસંગે નિવાસ કરતા હતા. નિયમાનુસાર ભિક્ષા માગવાને તે પોતે નીકળ્યા હશે તેવામાં કોઈ ગૃહસ્થાશ્રમીના પુત્ર 'સિગાલને તેમણે જોયો. તેના વાળ ભીના હતા, અને તેનાં કપડાં પણ ભીનાં હતાં. પોતાના બે હાથને જોડીને ઊંચા કરીને તે છ દિશાને (પૃથ્વીની આસપાસની ચાર દિશાઓ, પૃથ્વીની પોતાની એક દિશા અને આકાશની એક દિશા, એમ છ દિશાને) નમસ્કારપૂર્વક પૂજતો હતો. એમ કરવાનો હેતુ બુદ્ધ ભગવાને સિગાને પૂછ્યો ત્યારે સિગાલે એ જવાબ આપે કે, “મારા પિતાના વચનને પવિત્ર ગણીને હું આ પૂજા કરું છું. પરંતુ બુદ્ધ ભગવાને તેને કહ્યું કે, “આર્યધર્મમાં તો આવી રીતે છ દિશાની પૂજા કરવાની નથી.” “તે પછી કેવી રીતે એ દિશાઓની પૂજા કરવી જોઈએ, એ આપ મહેરબાનીથી સમજાવો એવી વિનતી સિગાલે બુદ્ધ ભગવાનને કરી ત્યારે બુદ્ધ ભગવાને વિસ્તારપૂર્વક કહ્યું કે, “પિતાની આસપાસના લોકોને ઉદ્દેશીને સત્કર્મ કરવાં, એ જ દિશાઓની પૂજાને માટે ઉત્તમોત્તમ માર્ગ છે.” તેમણે પિતાના ઉપદેશને સારાંશ થોડીક ગાથાઓમાં સમાવેલો છે. તે પૈકીની પહેલી ગાથાને અર્થે આવે છે –
માતા અને પિતા પૂર્વ દિશાએ છે; ગુરુઓ દક્ષિણદિશાએ છે; ૧. જ. ર. એ. સે, ૧૯૧૫, પૃ. ૮૦૯
૨. ટી. ડબલ્યુ. હાઈસ ડેવિડ્ઝકૃત “બુદ્ધીઝમ” (બૌદ્ધપંથ), પૃ. ૧૪૩-૧૪૪; સે. બુ. ઈ, પુ. ૪, પૃ. ૧૭૩ અને આગળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com