________________
૧૧૦
ચા નીતિસિદ્ધાંત ૧ હતા, એવો નિર્ણય આપણે કરી શકીએ છીએએમ સેના સાહેબ કહે છે. પરંતુ કાંસના એ વિદ્વાને જે મળતાપણનાં તો એમાં જોયાં છે તે પૈકીનાં માત્ર બે તો જ કાંઈક મહત્ત્વનાં છે. વળી, બૌદ્ધપથના “મ-પ માં અને બ્રાહ્મણોના “મહાભારત”ના જેવા ગ્રંથોમાં પરસ્પર મળતાં આવતાં અનેક સૂત્ર જોવામાં આવે છે. “ધન-પ૬”ને ચેખેચોખ્ખ બૌદ્ધપુસ્તક માનવું કે કેમ ? એ પણ શંકાસ્પદ છે. વળી, ઇ. સ. પૂર્વેની ત્રીજી સદીના મધ્યભાગ સુધી તે વિવિધ વિધિપૂર્વક પ્રાર્થનાની સિદ્ધિના પાયાના ઉપર બૌદ્ધપંથ રચાએ નહિ, પણ નીતિધર્મની સિદ્ધિના પાયાના ઉપર તે રચાએલેઃ એવું જે અનુમાન અશોકની ધમ લિપિઓના જ આધારે સેના સાહેબે કરેલું છે તે અનુમાનને કોઈ પણ વિદ્વાને કબૂલ રાખ્યું નથી. અશોકના સમયના સમસ્ત બૌદ્ધપંથનું ચિત્ર તેની ધર્મલિપિઓમાં આલેખાએલું છે, એ માન્યતા જ ભૂલભરેલી છે. એ કાળના ધર્મના બે વિભાગ હતાઃ-(૧) ભિક્ષુઓને અને ભિક્ષુકીઓનો ધર્મ; અને (૨) ગૃહસ્થાશ્રમીઓને ધર્મ. અશેકે પોતાના ધર્મને ઉપદેશ કર્યો તે વખતે તે તે પિતે ગૃહસ્થાશ્રમી જ હતો; અને જે લેકેને એ ધર્મને ઉપદેશ તેણે કરેલે તે લોકો પણ ભિક્ષુ જીવન ગાળતા ન હતા, પણ ગૃહસ્થાશ્રમીનું જીવન જ ગાળતા હતા. આથી કરીને, “બૌદ્ધ પંથમાંથી જ અશેકના ધર્મને પ્રોત્સાહન મળેલું કે કેમ?” એનો નિર્ણય કરવું હોય તે, “સામાન્ય લેકે વાંચવાના અને વિચારવાના તથા પાળવાના કયા ધર્મપર્યાયે એ પંથમાં નિયત થએલા છે? એ નક્કી કરવાની જરૂર રહે છે. બૌદ્ધ ઉપાસકેને માટે નિયત સૈથી વધારે મહત્ત્વનું સૂત્ર “હિનાવા-સુર” છે. બૌદ્ધસાહિત્યમાંના “નિવાઈ”માં એ સૂત્રને ઉલ્લેખ કરે છે. એ સૂત્ર એટલા બધા મહત્ત્વનું મનાયું
૧. ઈ. એ., ૧૮૯૧, પૃ. ર૬૪–૨૬૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com