________________
૧૦૭
કયા અંતિમ હેતુથી ધર્મનું પાલન કરવું, એ જ્યાં સુધી આપણે ન જાણી લઈએ ત્યાં સુધી અશોકના ધર્મનું વર્ણન અધૂરું જ ગણાય. જે લેકે ધર્મને અનુસરે તે લેકેને છેવટે શું મળે? અશોકને પરલોકમાં શ્રદ્ધા હતી ? આ સવાલના જવાબમાં તો “હા” જ કહેવી પડે છે. તેણે પોતે જ અનેક પ્રસંગે આ લેકને પરલોકથી જૂદો ગણ્યો છે. દાખલા તરીકે, પિતાના ચેથા સ્તંભલેખમાં રજજુને ઉદ્દેશીને તેણે કહ્યું છે કે, તેમણે પ્રાંતના લકેના ઐહિક (હિત) તથા પારલૌકિક (પઢિત) સુખને ઉત્તેજવું જોઈએ. વળી, ધવલીના અને યાવગઢના જુદાજુદા લેખે પૈકીના પહેલા લેખમાં પણ તે કહે છે કે, તેની પિતાની પ્રજા આ લોકના (વિવિા ) અને પરલેકના ( વિ) હિતસુખને પામે, એવી તેની પિતાની ઇચ્છા છે. પણ ધર્મને અનુસરીને પરલેકમાં મનુષ્ય પોતે શું મેળવે? આ
વાલના જવાબમાં અશોક કહે છે કે, પરલોકમાં તે સ્વર્ગને પામે. અશે કે પિતાના લેખોમાં નિદાન ત્રણ સ્થળે “સ્વર્ગ ને ઉલ્લેખ કરેલ છે. પોતાના છઠ્ઠા મુખ્ય શિલાલેખમાં અશોક કહે છે કે, તે પોતે જે કાંઈ પરાક્રમ કરે છે તે એવા હેતુથી કે, એથી લેકે સુખી થાય અને પરલોકમાં સ્વર્ગે પહેરો. પિતાના પહેલા ગૌણ શિલાલેખમાં તે પિતાના સર્વ પ્રકારના અમલદારેને આગ્રહપૂર્વક કહે છે કે, તેની પિતાની પ્રજા સ્વર્ગને પામે તેટલા માટે તેમણે તનતોડ મહેનત કરવી જોઈએ. પોતાના નવમા મુખ્ય શિલાલેખમાં તે તે કાંઈક વધારે કહે છે. આપણે અગાઉ જોઈ ગયા છીએ કે, આ જ શિલાલેખમાં તેણે ધર્મમંગળનો ઉલ્લેખ કરે છે. એ શિલાલેખની બે નકલમાં તે જણાવે છે કે, ધર્મને અનુસરવાથી સ્વર્ગને પમાય છે. એ જ લેખની ત્રણ નકલમાં જૂદીજુદી ભાષા વાપરીને તે એ જ વસ્તુ સમજાવે છે. તે કહે છે કે, “ અહીંનું દરેક મંગળ સંશયવાળું છે. કદાચ તે એ હેતુને સફળ કરે, અને કદાચ તે આ લેમાં ન રહે. પરંતુ આ ધર્મમંગળ કાળવશ નથી. તે એ હેતુને આ લેકમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com