________________
૧૦૬
સાંભળવો જોઈએ, એમ કહીને અશોક એમ પણ કહેવા માગે છે કે, જૂદા જૂદા પાષડની ઉપદેશાત્મક બાબતો પણ લેકેએ સાંભળવી અને વિચારવી જોઈએ. જુદાજુદા પાષડએ જૂદું જુદું તત્ત્વજ્ઞાન તથા પ્રકૃતિવર્ણન અને કર્મકાંડ વિકસાવ્યું હોય તેને વિચાર કરવાની તથા તેમાંથી વિચારપૂર્વક પસંદગી કરવાની તક એ રીતે લેકીને મળે. તેના પરિણામમાં લેકે બહુશ્રુત થાય અને તેમાંથી પોતાની જ સંતોષકારક કર્મકાંડપદ્ધતિ તથા અધ્યાત્મવિદ્યા ઊપજાવી શકે. એ રીતે લેકે એકબીજાના ધર્મને સાંભળે તથા ધર્મને સાર ગ્રહી લે તેમ જ તેને અમલ કરવાની બાબતમાં ભાર દઈને આગ્રહ કરે અને જુદાજુદા પાષડની કર્મકાંડપદ્ધતિને તથા અધ્યાત્મવિદ્યાને કાળજીપૂર્વક ચાળી કાઢીને પિતાની જ નવીન પદ્ધતિ ઊપજાવી કાઢે ત્યારે અશોકને અતિપ્રિય થઈ પડેલી “અભિ-Triડ-વત્તિ' (પિતાના પાખંડની વૃદ્ધિ) તેઓ સાધી શકે. ટૂંકમાં કહેતાં, ધર્મના સારને જ અશકે ધર્મ' કહ્યો છે. સર્વ ધર્મમાં એ સારને દેખો અને તેને અમલમાં મુકવાને ગ્રહી લે, તથા પ્રકૃતિની અને મનુષ્યની વચ્ચે રહેલા સંબંધની બાબતમાં આપણે આપણો પોતાને સિદ્ધાંત બધી શકીએ તેટલા માટે સર્વ ધર્મોના કર્મકાંડને અને સર્વ ધર્મની અધ્યાત્મવિદ્યાને તુલનાત્મક અભ્યાસ નિષ્પક્ષપાતથી અને ખોટી રીતે દેરવાઈ ગયા વગર કરવો એ જ ઈ. સ. પૂર્વેની ત્રીજી સદીના રાજફિરસ્તા અશોકને ઉપદેશ છે. એનો આ સંદેશે કેટલે ભવ્ય અને ખાત્રી કારક છે ! આજે પણ તે કેટલે અત્યાજય છે ! આજની સૃષ્ટિના લેકે આ મહાપુરુષના બોધને અંતઃકરણપૂર્વક અનુસરે અને હિંદુધર્મને તથા મુસલમાનધર્મને તેમ જ ખ્રિસ્તીધર્મને અને જરસ્તીધર્મ તથા પ્રેતવિદ્યાનો પણ અભ્યાસ કરે તો તેમની આમિક તથા બુદ્ધિવિષયક સમૃદ્ધિ તથા ઉન્નતિ કેટલી બધી સધાય !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com