________________
૧૦ર
સારની વૃદ્ધિ તેને પોતાને જેટલા પ્રમાણમાં પ્રિય લાગે છે તેટલા પ્રમાણમાં દાન અને પૂજા તેને પોતાને પ્રિય લાગતાં નથી. આ સારની વૃદ્ધિ ઘણી જાતની છે; પણ તેનું મૂળ વાચાગુપ્તિ (બોલતાં સંભાળવું તે) છે. બીજી રીતે કહેતાં, નજીવા કારણે મનુષ્ય પારકાના પાખંડને ધિક્કારીને પોતાના પાખંડની પૂજા કરે, એ યોગ્ય ન ગણાય. એથી ઉલટું, આ કારણે કે પેલા કારણે પણ પારકાના પાખંડને પૂજવો જોઈએ. આમ કરતે મનુષ્ય પોતાના પાર્ષને વધારે છે અને પારકાના પાખંડના ઉપર ઉપકાર કરે છે. પારકા પાખંડની કોઈ વ્યક્તિ પિતાના પાખંડની પ્રત્યેની પિતાની ભકિતથી તેને દીપાવતી હોય તેથી કરીને તેના પાખંડને જે કઈ ધિક્કારે છે અને પિતાના જ પાખંડને પૂજે છે તે એ પ્રમાણે કરવાથી પિતાના પાખંડની વધારે સખ્ત હાનિ કરે છે. આ સ્થિતિમાં ક માર્ગ સર્વોત્તમ ગણાય? તેના જવાબમાં અશોક કહે છે કે, લેકેએ એકબીજાના ધર્મને સાંભળવો જોઈએ અને સાંભળવાની ઈચ્છા રાખવી જોઈએ. એનું શું પરિણામ આવે ? એને જવાબ અશોકે આમ આપેલ છે – “બધા પાષા બહુશ્રત અને કલ્યાણસાધક થાય......અને તેનું ફળ આ છે–પિતાના પાખંડની વૃદ્ધિ, અને ધર્મનું દીપન.” પિતાના બારમા મુખ્ય શિલાલેખમાં અશેકે આમ કહ્યું છે. આજે પણ તે વિચારનો વિષય થઈ પડે તેમ છે. તેના કથનને ભાવાર્થ એ છે કે, એકંદરે જોતાં દરેક ધર્મને બે બાજુઓ હોય છે –(૧) ઉપદેશવિષયક; અને (૨) નીતિવિષયક ઉપદેશવિષયક ધર્મને સંબંધ કર્મકાંડને લગતા તેમ જ અધ્યાત્મવિદ્યાને લગતા પ્રશ્નોની સાથે રહે છે, અને તેને બુદ્ધિની સાથે લાગેવળગે છે. નીતિવિષયક ધર્મમાં ધર્મને વિસ્તૃત પરંતુ યોગ્ય અર્થ રહેલો છે. યોગ્ય લાગણીવાળા અને સમજુ માણસ કુદરતી રીતે જે આચરણ કરે તેને નીતિવિષયક ધર્મ ગણાવી શકાય છે, અને તેને આત્માની સાથે લાગેવળગે છે. કઈ પણ ધર્મના ઉપદેશવિષયક ભાગની બાબતમાં હંમેશાં મતભેદ રહે છે. ધાર્મિક માન્યતાના વિષયની બાબતમાં તેમ જ કર્મકાંડના સંબંધમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com