________________
૯૯ લેકે માને છે, અને તેથી અશોકે આત્મપરીક્ષા કરવાને ઉપદેશ કરેલે કે કેમ, એ બાબતમાં એવા લેકે શંકા ઉઠાવે છે. પરંતુ એટલું ધ્યાનમાં રાખવાનું છે કે, બુદ્ધષે પોતાના “વિકુદ્ધિમા”માં “જિન” (આત્મપરીક્ષા)નાં અનેક રૂપના ભેદ બતાવેલા છે. બુદ્ધ ભગવાનને એ વિચાર મૂળે રે; કારણ કે, એમણે અંબાલદિક-રાહુલને એ બાબતને ઉપદેશ કરે છે. બુદ્ધષે બુદ્ધ ભગવાનના એ વિચારને અનુસરીને પિતાનું લખાણ કરેલું છે. બુદ્ધ ભગવાને રાહુલને આપેલ એ ઉપદેશ “મમિનિકાય'માં છે. ગયા પ્રકરણમાં આપણે જોઈ ગયા તેમ, પિતાના ભાબાના શિલાલેખમાં તેને જ ઉદ્દેશીને ધર્મપર્યામાં તેની ગણના કરવામાં આવેલી છે. બુદ્ધ ભગવાને રાહુલને એવી મતલબને ઉપદેશ કરે છે કે, કાયાનું અને વાચાનું તથા મનનું દરેક કામ શરૂ થાય તેના પહેલાં અને શરૂ થઈ જાય તેની પછી તેને બરાબર તપાસી લેવું જોઈએ. પરંતુ અશોકે વધારે માનુષી વૃત્તિ રાખીને એમ કહ્યું છે કે, આપણે આપણું શીલનો એકંદર વિચાર કરવો જોઈએ, અને એ રીતે વિશાળ દૃષ્ટિથી આપણી પ્રવૃત્તિઓની તપાસ આપણે લેવી જોઈએ. પિતાના ત્રીજા મુખ્ય સ્તંભલેખમાં તે કહે છે કે, “(મનુષ્ય) પિતાના સારાં કામો જ દેખે છે (અને પોતાના મનમાં વિચારે છે કે, ) “મેં આ સારું કામ કર્યું છે.' કઈ પણ રીતે તે (પિતાનાં) પાપ દેખતે નથી (અને પોતાના મનમાં વિચારતે નથી કે) “ આ પાપ કર્યું છે અથવા “આ તે ખરેખર આસિન (બગાડ) છે. પરંતુ આ (એવું છે કે, તેમાં) આત્મપરીક્ષા અઘરી છે. તેમ છતાં પણ (મનુષ્ય) આટલું દેખવું જોઈએ (અને પોતાના મનમાં વિચારવું જોઈએ કે,) છંદ, નિષ્ફરતા, ક્રોધ, ગર્વ, ઈર્ષઃ એ (દુર્ગણો)થી બગાડ થાય છે અને તેમના) કારણે હું મારી પડતી કરું.” આ જ સ્થળે અશકે “આસિનવ". ઉત્પન્ન કરનારા ( આપણે ઉપર ગણાવી ગયા તે) દુર્ગુણેને ઉલ્લેખ કરેલો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
એકર રાપર તપાસી લેતા પહેલા થયાનું