________________
બાબતમાં પણ છે. આ સદ્દગુણો અને ફરજો “ધનવિઘત ના જેવાં છે; પણ “અણુવિદ્યુત ની સાથે સરખાવાય એવા દુર્ગણે પણ તેણે ગણાવેલા છે. તેણે “ગv-કરિન' (ઓછામાં ઓછો આસિનવ) શબ્દ વાપરીને તેમાં પોતાના હેતુને સારાંશ આપી દીધો છે. “નિર' એટલે શું? આ સવાલનો જવાબ અશકે પિતાના ત્રીજા મુખ્ય સ્તંભલેખમાં આપેલ છે. તેમાં પાપની સાથેસાથે તેની ગણના અશોકે કરેલી છે, અને “આસિનવ ઉત્પન્ન કરનારા દુર્ગણો તેણે ગણાવ્યા છે. તે દુર્ગણે આ રહ્યા:- છંદ, નિષ્ફરતા, ક્રોધ; માન અને ઇર્ષા. આ બધાના સારાંશ તરીકે આપણે એમ કહી શકીએ કે, અશોકે પોતે ગણવેલા સદ્દગુણોનું પાલન થાય અને ઉપર્યુક્ત દુર્ગુણોથી દૂર રહેવાય તે જ તેના મતે “ધર્મની પૂરેપૂરી અને યોગ્ય સિદ્ધિ થવા પામે.
આના ઉપરથી એટલું તે જણાશે કે, અશોક કંઈક ચોક્કસ સંદેશો દુનિયાને આપવા માગતો હતો. આવી સમજ બરાબર થઈ નથી, એ ખરેખર ખેદજનક વાત છે. એક તરફથી અશોકે અમુક સદગુણ ગણાવ્યા છે અને જે ફરજોના રૂપે તેને અમલ કરવો જોઈએ તે ફરજે પણ ગણાવી છે ત્યારે બીજી તરફથી મનુષ્યને પાપ અને “આસિનવ” કરાવનારા દુર્ગુણો પણ તેણે ગણાવ્યા છે અને બનતાં સુધી તેમનાથી દૂર રહેવાનો ઉપદેશ તેણે તેને કરેલ છે. પરંતુ એટલાથી જ બસ નથી. આત્મિક વિકાસમાં શી અડચણ આવે છે, એને ખ્યાલ ખરેખરા ભવિષ્યવેત્તાની માફક તેણે બાંધી લીધો છે; અને કાંઈ પણ અડચણ અનુભવ્યા વગર ધર્મવિકાસના માર્ગે આપણે આગળ ધપી શકીએ તેટલા માટે આપણને મદદરૂપ થઈ પડે એ ઉપાય પણ તેણે સૂચવે છે. એ ઉપાયનું નામ “આત્મપરીક્ષા છે. ધર્મનો વિકાસ કરવો હોય તે આત્મપરીક્ષા તદ્દન જરૂરી છે, એવું આપણા મગજમાં તે ઠસાવે છે. “આત્મપરીક્ષાનો વિચાર ખ્રિસ્તી ધર્મે ઊપજાવીને અમલમાં મુક્યો છે, એવું આજે કેટલાક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com