________________
હ૭
શિલાલેખમાં તેણે “દાન (સામાન્ય દાન)ની અને “ધર્મદાનીની વચ્ચે રહેલો ભેદ બતાવેલો છે. તે કહે છે કે, ધર્મને પરિચય કરવો તથા ધર્મમાં ભાગ લેવો અને ધર્મના સંબંધી બનવું: એના જેવું બીજું કાંઈ નથી. પિતાના ધર્મની સમજુતી આપવાના હેતુથી તે પિતે પ્રથમ ગણવેલી ફરજો ફરીથી એમાં ગણવે છે; અને છેવટે તે કહે છે કે, પિતા પિતાના પુત્રને તથા પુત્ર પિતાના પિતાને અને ભાઈઓ પરસ્પરને તેમ જ સગાં પરસ્પરને અને દરેક જણ પિતાના પાડોસીને -એમ ગમે તે વ્યક્તિ ગમે તે વ્યક્તિને- આ ધર્મદાન કરી શકે છે. તે જ પ્રમાણે પોતાના તેરમા મુખ્ય શિલાલેખમાં અશોકે “વિજય – (સામાન્ય જીત)ની સાથે ધર્મવિજયીની સરખામણું કરેલી છે. ધર્મવિજય ચઢિયાત છે, એમ એમાં તેણે બતાવી આપ્યું છે. આના સંબંધમાં તેણે કલિંગ દેશના વિજયને ઉલ્લેખ કરે છે, અને પોતે કરેલી લડવૈયાની કતલને અને તેમનાં સગાંસંબંધીને પોતે કરેલા તીવ્ર દુઃખને તથા તેમનામાં પોતે ઉત્પન્ન કરેલી શોકની લાગણીનો ઉલ્લેખ ભરાએલા હૈયે તેમ જ કાંઈક અંશે શરમાઈ જઇને તેણે તેમાં કરેલો છે. કોઈ દેશના ઉપર વિજય મેળવવા જતાં અનેક ભયંકર પરિણામ આવે છે. પરંતુ ધર્મવિજય તો “પ્રીતિરસથી ભરેલો છે, અને ગમે ત્યાં તે મેળવી શકાય છે. પિતાના સરહદી પ્રાંત સુધીના પિતાના આખા સામ્રાજ્યમાં તેમ જ પિતાના સ્વતંત્ર પાડેસીઓના રાજયમાં–હિંદુસ્તાનની અંદર તેમ જ તેના વાયવ્યકાણુની સરહદની પાસે જ્યાં એંટિયોકસ થીઓસ તથા ટોલેમી ફિલાડેલ્ફસ અને અન્ય યવનરાજે રાજ્ય ભોગવતા હોય ત્યાં–પણ એ જાતને ધમ વિજય મેળવી શકાય છે.
કેવા પ્રકારના સદ્દગુણો અને કયી જાતની ફરજો મળીને અશોકને “ધર્મ” બનતો હતો, એ એ રીતે આપણે જોઈ ગયા. પણ એટલામાં જ અશોકના ધર્મની પરિસમાપ્તિ થઈ જતી નથી. જેમ
ધનવિદ્યુત ” અને “અણુવિદ્યુત” હેય છે તેમ તેના “ધર્મની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com