SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ માનનાર અને જગદ્ધર્મ તરીકેનું ઊંચું સ્થાન તેને આપવાને મથનાર અશોકના જેવો રાજા મળે એટલે પછી સંધ કુદરતી રીતે અને ખુશીથી તેનું સર્વોપરિપણું કબૂલ રાખે જ. ચોથું પ્રકરણ : અશકને ધર્મ પિતાની પ્રજાનું અહિક હિતસુખ સાધવાના હેતુથી અશકે જે કાંઈ કર્યું હતું તે બીજા પ્રકરણમાં આપણે જોઈ ગયા છીએ; અને તેથી કરીને, રાજા તરીકે અશોક કેવા પ્રકારને હતો, એને ખ્યાલ આપણે બાંધી શકીએ છીએ. તેણે પિતાની પ્રજાનું અહિક હિતસુખ સાધવાને તનતોડ મહેનત કરી હતી, એમાં તો કાંઈ જ શક નથી. પરંતુ તે જગપ્રસિદ્ધ થઈ શકે તેનું કારણ એ કે, મનુષ્યનું આત્મિક સુખ સાધવાને તેમ જ પિતાના પ્રદેશમાં તથા દૂરદૂરના પિતાના સ્વતંત્ર પાસીઓના પ્રદેશમાં પણ પિતાના ધર્મનો પ્રચાર કરવાનો સ્તુત્ય પ્રયત્ન તેણે કર્યો હતો. એ કામ તેની પિતાની સમક્ષ સતત રહેતું હતું, અને તેને સફળ કરવામાં તે પોતે મગરૂબી માનતો હતો. આથી કરીને પ્રથમ તે, અશોક પિતે “ધર્મને અર્થ કેવા પ્રકારને કરતો હતો, એ આપણે નક્કી કરવાનું રહે છે. એ બાબતમાં તેણે બહુ સ્પષ્ટતાથી પિતાના વિચાર દર્શાવેલા છે. ધર્મમાં કયા કયા ગુણોને સમાવેશ થાય છે, એ બાબતમાં તેણે કહેલું છે એટલું જ નહિ, પણ તેમને કેવી રીતે અમલમાં મુકવા, એ પણ તેણે જણાવેલું છે, અને તે સૌનો અમલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy