SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ટક (ઉત્તમોત્તમ ભિક્ષુઓ) તેના પાટનગરમાં વસતા હોય, એ બનવાજોગ છે; પરંતુ અશોક પિતે જ પોતાની રાજસત્તાને અને પિતાના રાજબળનો ઉપયોગ કરીને એવી ધર્મભ્રષ્ટતાને નાબૂદ કસ્વાની ઈચ્છા ધરાવતા હતા. તેને ભાષ્યાને લેખ બારીકાઈથી વાંચતાં પણ એવું જ અનુમાન થઈ શકે છે. તેમાં તેણે ઉપાસકેને તેમ જ મુખ્યત: ભિક્ષુઓને અમુક ધર્મપર્યાની ભલામણ કરેલી છે. અશેક પોતે ઉપાસક હતો તે પણ એ ધર્મપર્યાનું માત્ર શ્રવણ કરવાનું જ ભિક્ષુઓને તેણે કહ્યું નથી, પણ તેમનું મનન કરવાનું પણ તેણે તેમને તેમાં કહ્યું છે. અશોક આ બધું શા હેતુથી કરતે ? સદ્ધર્મ ચિરસ્થાયી થાય તેટલા માટે તે એમ કરતો હતો. તેણે જે ધર્મસૂત્રો પસંદ કરેલાં છે તેઓમાં કર્મકાંડનું કે આધ્યાત્મિક તનું કાંઈ પણ ભારણ નથી, અને આત્મિક વિકાસને પિષે એવા જ પ્રકારનાં તે ધર્મસુત્રો છે એ બાબતમાં અલબત્ત કાંઈ સવાલ રહેતો નથી. પરંતુ એટલું તો કહેવું જોઈએ કે, તેણે પોતે કાઢેલી પદ્ધતિથી તે એ રીતે સ્વાર્થને જ આગળ ધપાવતા હતા; અને ઉપાસકોએ તેમ જ ભિક્ષુઓએ એ પદ્ધતિને બરાબર અનુસરીને જ વર્તવું પડતું હતું. આ બધાને વિચાર કરતાં આપણે એ નિર્ણય કરી શકીએ છીએ કે, અશોક પિતાના સામ્રાજ્યનો સર્વોપરિ સત્તાધીશ હતા એટલું જ નહિ, પણ જે પંથનો તે પિતે અનુયાયી હતા તે પંથને પણ તે સર્વોપરિ સત્તાધીશ હતે. ટૂંકમાં કહેતાં, તે જેટલા અંશે ધર્મરાજ હતો તેટલા જ અંશે સમ્રાટું પણ હતો. જે ધર્મસત્તા ખરી રીતે સંઘને મળવી જોઈતી હતી તે ધર્મસત્તાને અશકે પચાવી પાડી હતી ? એવો આરોપ અશોકના ઉપર મુકવો, એ યોગ્ય નથી; કારણું કે, રાજાની મરંજીને અધીન થઈને ખુદ બુદ્ધ ભગવાને જ પોતાનાં સૂત્રોને અવગણવા દીધેલાં છે અને રાજાઓને હુકમ માનવાની આજ્ઞા ભિક્ષુઓને કરેલી છે. પોતાના પંથને ખરા અંત:કરણથી ૧. “ મહાવગ્ન”, ૩, ૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy