________________
અને નિગ્રંથોની સાથે સાથે જ સંઘની ગણના કરેલી છે. આથી કરીને આપણે શું સમજવું ? આછવકે અને નિગ્રંથ કયી જાતના કે કયા તડના છે, એને વિચાર કર્યા વગર જ તેમના હિતસુખની સંભાળ ધર્મમહામાત્રએ રાખવી; પણ બૌદ્ધલેકેની બાબતમાં તે એકંદર બૌદ્ધપંથના સંબંધમાં પિતાની પ્રવૃત્તિ ન રાખતાં અશોક તેના જે તડને અનુયાયી હતિ તે જ તડના સંબંધમાં પિતાની પ્રવૃત્તિ જારી રાખવી : એ આશય અશકે રાખ્યા હશે ? . સંઘનાં • બીજાં તડની અને પેટાતાની બાબતમાં અશકે બેદરકારી રાખી હશે? વળી, આપણે અગાઉ વાંચી ગયા તેમ ભાબાના લેખમાં તેણે કેટલાંક ધર્મ સૂત્રો ગણવ્યાં છે, અને સંઘને તે ફરીફરીને સંભળાવવાની ભલામણ તેણે કરેલી છે. એ સૂત્રોમાં બૌદ્ધતવ એટલું બધું ઓછું છે કે, બૌદ્ધપંથી ન હોય તેવા ભિક્ષુઓને પણ તે સંભળાવી શકાય. આમ છે તે પછી, આપણે માત્ર બૌદલોકેને વિચાર કરીએ તો સામાન્યતઃ સર્વ બૌદ્ધ ભિક્ષુઓને અને ભિક્ષુકીઓને એ ધર્મસૂત્ર ન સંભળાવવાં, પણ અશોક પોતે જે તડનો અનુયાયી હતા તે તડના ભિક્ષુઓને અને તે તડની ભિક્ષુકીઓને જ એ ધર્મસૂત્ર સંભળાવવાં એમ કહેવાને અશોકને આશય હશે? આવાં અશકય અનુમાને ન સ્વીકારવાં હોય તો આપણે એમ જ માનવું જોઈએ કે, અશકના વખતમાં બૌદ્ધપંથનાં તડ પડી ગયાં ન હતાં. વળી, અશકે જ્યાં જ્યાં
સંઘ” શબ્દ વાપર્યો છે ત્યાં ત્યાં અવિભક્ત સમસ્ત બૌદ્ધપંથને ઉદ્દેશીને જ વાપર્યો છે, એમ પણ આપણે માનવું જોઈએ. આમ હેાય તે પછી પેલા પરંપરાગત બૌદ્ધકસાહિત્યનું શું? બૌદ્ધપરિષદનો ઉલ્લેખ કરતા એ પરંપરાગત બૌદ્ધ સાહિત્યને જે વિદ્વાનોએ છણી નાખ્યું છે તે વિદ્વાનોએ એવી અશક્ય અને મેળવગરની વાત તેમ જ મનમાની અને એકતરફી હકીકતો તેમાં જોઈ છે કે, એ સાહિત્યમાં જે કાંઈ કહ્યું છે તેમાંનું થોડું જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com