________________
ઐતિહાસિક સત્ય તરીકે સ્વીકારી શકાય તેમ છે.૧ પાટલિપુત્રની પરિષદને સર્વસામાન્ય પરિષદ તરીકે ગણવામાં આવતી નથી, પણ અમુક પક્ષની સભા તરીકે તેને ગણવામાં આવે છે. વૈશાલીમાં
ભરાએલી બીજી સામાન્ય પરિષદ બુદ્ધના મૃત્યુની પછી સો વર્ષે ભિરાએલી નહિ, પણ ઘણું કરીને અશોકના જ વખતમાં જે અશોક બૌદ્ધપથી થતા પહેલાં ઉક્ત પરંપરાગત લોકસાહિત્યમાં “કાલાશોક તરીકે ઓળખાય છે તે અશોકના વખતમાં ભરાએલી હતી. અશોકના પિતાના લેખોની સાથે પણ આ અનુમાનનો મેળ બેસે છે. શિષ્ટિના સંબંધમાં વૃજન ભિક્ષુઓએ જે “દસ પ્રશ્ન ઉપસ્થિત કરેલા હતા તેમને લઈને બૌદ્ધ પંથમાં તડ પડવાને લગતો ભય ઊભો થયે હતો તે પણ, બીજી બૌદ્ધપરિષદ ભરાઈ તે વખતે તે બૌદ્ધપંથ અવિભક્ત જ રહ્યો હતો. વૃજન ભિક્ષુઓને પરાજય થયો હતો, અને સંધમાં તડ પડતાં અટક્યાં હતાં. અશોકના લેખના આધારે હમણું જ આપણે એવું અનુમાન કરી ગયા છીએ કે, સંઘના કોઈ તડને ઉદ્દેશીને અશકે “સંધ’ શબ્દ વાપર્યો નથી, પણ સમસ્ત. અવિભક્ત બૌદ્ધસંધને ઉદ્દેશીને તેણે એ શબ્દ વાપર્યો છે. વળી, તેના વખતમાં સંઘમાં તડ પાડવાનો કંઈક પ્રયત્ન થયા હોવા જોઈએ, એવું અનુમાન પણ આપણે કર્યું છે, કારણ કે, તેમ ન હોય તે
૧. કનકૃત ભ મેન્યુઅલ એફ ઇડિયન બુદ્ધીઝમ ” ( હિંદી બૌદ્ધપંથને લઘુગ્રંથ), પૃ. ૧૧૦; એમાં સ્વ. કન સાહેબને આ વિષયને લગતા અભિપ્રાય દર્શાવેલ છે.
૨. કર્નકૃત “મૈન્યુઅલ એફ ઇડિયન બુદ્ધીઝમ ” (હિંદી બૌદ્ધપંથને લઘુગ્રંથ), ૫, ૧૦૯; જ. ર. એ. સે, ૧૯૦૧, પૃ. ૮૫૫૮૫૮.
૩. કર્નકૃત “ મેન્યુઅલ ઓફ ઈન્ડિયન બુદ્ધીઝમ” (હિંદી બૌદ્ધપંથને લઘુગ્રંથ ), પૃ. ૧૦૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com