________________
દેવે વદિ
દરેક કાર્ય થતું
ઉ
ખાસ જરૂર ?
મહેનત કરવી જોઈએ, એ વાત ખરી; પરંતુ જે બાહ્ય પરિસ્થિતિના ઉપર આપણે કાબૂ રહી શકતો નથી તે બાહ્ય પરિસ્થિતિના ઉપર જ તે ભયનો આધાર રહેલો હોય છે. પરંતુ બીજા કેટલાક આતંરિક ભય પણ અસ્તિત્વ ધરાવતા હોય છે, અને તેઓ આમિક વિકાસની સિદ્ધિના માર્ગમાં લગભગ તેટલા જ અંતરાયરૂપ નીવડે છે. આથી કરીને “Eોવા-સુર નામક ધર્મસૂત્રની તરફ આપણું ધ્યાન ખેંચીને અશોકે ડહાપણ વાપર્યું છે. એ સૂત્રમાં બુદ્ધદેવે વદિ ૮ નામક વ્યક્તિને ઉપદેશ કરેલો છે. કાયાનું તથા વાચાનું અને મનનું દરેક કાર્ય થતું હોય ત્યારે અને થઈ રહ્યું હોય ત્યારે અતિશય ઝીણવટથી તેને તપાસવાની ખાસ જરૂર રહે • છે, એવો ઉપદેશ એ સૂત્રમાં બુદ્ધ ભગવાને કરેલ છે. ગમે તે ધર્મ કે પંથ પાળતા આકાંક્ષી આભા વધારે ઉચ્ચ અને સાધુ જીવન ગાળવાને મથને હોય તે અશોકે ગણાવેલાં ધર્મપર્યાનું વાચન અને મનન તેને ખરેખર શ્રદ્ધાજનક થઈ પડે તેમ છે.
સારનાથમાંથી તથા સાંચીમાંથી અને અલ્લાહાબાદમાંથી અશોકના જે ગૌણ સ્તંભલેખની નકલ મળી આવેલી છે તે પણ અશોકના બૌદ્ધપંથીપણાનું દર્શન આપણને કરાવે છે, અને તેથી અહીં આપણે તેમને વિચાર કરશું. સારનાથમાને તથા સાંચીમાંને થાંભલે તે મૂળથી જ ત્યાં હશે, એમ મનાય છે; પણ. અલ્લાહાબાદમીને થાંભલે મૂળે કૌશાંબીમાં હશે, એમ ખાત્રીપૂર્વક લાગે છે. ધર્મમાં તડ પાડવાને લગતા બધા પ્રયત્નને દાબી દઇને બૌદ્ધપથની એકતા સાચવવાના હેતુથી અશેકે પિતાનું ઉક્ત શાસન છેતરાવેલું હતું. તે કહે છે કે, “ જે કઈ સંધને ભગ્ન કરશે તે ભિક્ષુ હોય કે ભિક્ષુણી હોય તે પણ તેને ધોળાં કપડાં પહેરાવવામાં આવશે અને જે (ભિક્ષુઓનો) આવાસ ન હોય તેમાં તેને રાખવામાં આવશે. આમ ભિક્ષુસંઘને અને ભિક્ષુકીસંઘને આ. હુકમ જણવા જોઈએ.” ઉક્ત ત્રણ સ્તંભલેખે પૈકીના બે સ્તંભલેખો જોતા એમ જણાય છે કે, પોતાના મહામાત્રાને ઉદ્દેશીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com