________________
અશેકે પિતાનું આ શાસન જાહેર કર્યું હતું. વળી, એ ત્રણ સ્તંભલેખો પૈકીના એક સ્તંભલેખમાં (અલ્લાહાબાદવાળા સ્તંભલેખમાં) કૌશાંબીના મહામાત્રોને ઉલ્લેખ કરેલ છે અને તેથી આપણે એવું અનુમાન કરી શકીએ છીએ કે, આજે સારનાથનાં અને સાંચીનાં ખંડેરેથી સુચવાતાં, તે કાળના બૌદ્ધ ધર્મગુરુઓનાં સ્થાનકે મૂળે જે મહાલમાં આવી રહેલાં હશે તે મહાલના મહામાત્રોને ઉદ્દેશીને અશોકે પિતાને ઉક્ત સ્તંભલેખ કોતરાવેલ હશે. બૌદ્ધપંથમાં તડ પડે, એમ થતું અટકાવવાની ખાસ . જરૂર હતી. તેથી કરીને એના સંબંધમાં મહાલના મહામાત્રોને જ હુકમો કરીને અશોક બેસી રહેવાનું ન હતું. તેથી જ પોતાના ઉક્ત સ્તંભલેખમાં વધારામાં અશોક કહે છે કે, “આવી એક લિપિ તમારા પાડેસમાં રહે તેટલા માટે કચેરીમાં બેઠવાવી છે. વળી, બીજી એક લિપિ ઉપાસકેના પાડોસમાં ગોઠવાવી છે. ઉપાસકેએ દરેક ઉપવાસના દિવસે આવીને એવા એ હુકમની ખાત્રી કરી લેવી જોઈએ. વળી, ખરેખર ઉપવાસના દિવસે દરેક મહામાત્ર પિતાના વારાએ (સદર સ્થળમાં) આવે ત્યારે તેણે એવા એ હુકમની ખાત્રી કરી લેવી જોઈએ અને તેને સમજાવે જોઈએ. વળી, જ્યાં સુધી તમારે પ્રાંત પહેચતા હોય ત્યાં સુધી તમારે (હુકમના) આ શબ્દથી ફેરણીએ નીકળવું જોઈએ. તે જ પ્રમાણે બધાં કિલ્લેબંદીવાળાં શહેરોમાં અને મહાલના ઉપવિભાગોમાં તમારે બીજાઓને (હુકમના) આ શબ્દથી ફેરણીએ મોકલવા જોઈએ.”
આ સ્તંભલેખના ગમે તે વાચકની એટલી તે ખાત્રી થશે કે, બૌદ્ધપથને ત્યાગ કરવામાં આવે કે તેમાં તડ પડે, એ સ્થિતિને દૂર કરવાનો નિશ્ચય અશકે કર્યો હતો. પિતાના હેતુને બર લાવવાને માટે તેણે ત્રણ પ્રકારના ઉપાયો લીધા હતા. તેણે એવો હુકમ કર્યો હતો કે, જે કઈ સંધને તોડવાનો પ્રયત્ન કરશે તેને ધળાં કપડાં પહેરાવવામાં આવશે (એટલે કે, ભિક્ષુનો ભો પહેરવેશ તેની
પાસેથી લઈ લેવામાં આવશે) અને જે જગ્યાએ ભિક્ષુઓ નહિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com