________________
આવું જ કહેવું છે. ધર્મની જે બાહ્ય ક્રિયાઓનું એટલે કે, ધર્મના જે આચારનિયમોનું પાલન કરી કઈ ભિક્ષુ માત્ર બહારથી શુદ્ધ સાધુ જણાતા હાય પણ અંદરખાનેથી સાધુ ન પણ નીવડ્યા હોય તે ક્રિયાઓની (આચારનિયમની) સાથે સંબંધ ધરાવતા કોઈ પણ સૂત્રનો ઉલ્લેખ અશકે કરેલો નથી. અશકે ગણવેલાં બધાં સૂત્ર આત્માના ઉત્કર્ષને ઉદ્દેશ છે, અને ભિક્ષુઓને તેમ જ ઉપાસકાને એકસરખા પ્રમાણમાં તે લાગૂ પડી શકે છે. આ જ કારણથી તે આગ્રહપૂર્વક કહે છે કે, ભિક્ષુઓએ અને ભિક્ષુણીઓએ તેમ જ ઉપાસકેએ અને ઉપાસિકાઓએ તેણે પોતે ગણાવેલાં સૂત્રોનું શ્રવણ અને મનન કરવું જોઈએ. વળી ઉચ્ચ પ્રકારના જીવનનું ભાન કરાવતાં અથવા તો ઉચ્ચ અને શુદ્ધ શીલ વર્ણવતાં સૂત્રોને સમાવેશ અશકે પોતે પસંદ કરેલાં સુત્રોમાં કરેલ. છે એટલું જ નહિ, પણ આત્માના વિકાસના માર્ગમાં મદદરૂપ અને માર્ગદર્શક થઈ પડે તેવાં સૂત્રો પણ તેણે કાળજીપૂર્વક ગણવેલાં છે. મનાત-ભયાન' નામક સૂત્ર આવા પ્રકારનું છે. ભવિષ્યમાં ગમે તે ઘડીએ ઉપસ્થિત થઈને જે ભય મનુષ્યના ધાર્મિક જીવનના આદર્શની સિદ્ધિનાં ફનાંફાતિયાં કરી મુકે તે “ભાવિ ભય નું વર્ણન ઉક્ત સૂત્રમાં કરેલું છે. ઘડપણ અથવા રોગ કે દુકાળ અથવા લડાઈ કે ધર્મવંસ અથવા એવાં બીજા વિધી તત્તે ભવિષ્યમાં ઉપસ્થિત થાય તેમને ધ્યાનમાં રાખીને પિતાની સર્વ શક્તિઓને ઉપયોગ કરીને મનુષ્ય ધ્યાનમય અને પ્રવૃત્તિમય જીવન ગાળવું જોઈએ, એવો ઉપદેશ ઉક્ત સૂત્રમાં આપેલ છે. આ રીતે જોતાં ઉચ્ચ પ્રકારનું જીવન વર્ણવતા સૂત્રને ટાંકીને જ અશકે સંતોષ માન્યો નથી; પણ મનુષ્ય હંમેશાં ચેતતા ન રહે તો તેના પિતાના આદર્શની સિદ્ધિમાં જે અનેક ભય અંતરાયરૂપ નીવડે છે તે ભયની બાબતમાં તેને પિતાને ચેતવણી આપતા સૂત્રના ઉપર પણ ખાસ ભાર મુકીને તે કહે છે. પરંતુ આખરે તો આ બધા ભય માત્ર બાહ્ય છે. હંમેશાં ચેતતા રહીને આપણે એ ભયને દૂર રાખવાની બાબતમાં તનતોડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com