________________
A-૫
પૂજ્ય માજીની યાદ મમતા ભર્યું મુખડું માડી, યાદ આવે છે અપાર, માડી તમારા વિયેગે ઝૂરે, ઘરમાં સૌ નરનાર; હતા સહું સુખમાં માડી, તમારી સેવા માંહી...૧ પચ્છેગામમાં પૂજ્ય પિતાશ્રી, કામદાર પોપટલાલ સાથ, રહ્યા માડી તમે વરસ સુધી, સૌની લઈ સંભાળ; તમારી હુંફમાં માડી, વધી રહી લીલી વાડી-૨ કાકા અમરચંદ તળાજા તીર્થે, કરવા આત્મ કલ્યાણ, આ»િ લઈ આપનાં માડી, કાકી ભાગ્યની સાથ; તીર્થની સેવા કાજે, તાલધ્વજ તીર્થે બિરાજે...૩ કર્ણાટકના બીજાપુર શહેરમાં, દલીચંદ કાકા નિવાસ, સાયકલની દુકાન કરીને, કુટુંબને કર્યો ઉદ્ધાર; તમારા આશિષ માડી, કરી ઘણી પ્રગતી સારી...૪ સૌરાષ્ટ્રમાંથી માજી બીજાપુર, જયંતીલાલની સાથ, દાદાને લઈ ધીરજ આવ્ય, અપૂર્ણ કરી અભ્યાસ; કાકાની ભાવના ભારી, સેવા માતાપિતાની સારી...૫ બે હજાર ચારે દાદા યાને, બે હજાર વીશે મા, કર્ણાટકનાં બીજાપુરમાં, લીધી સમાધી ત્યાં; દીવાળીને દીવસે માડી, યાદગીરી મહાન રાખી.... બાગલકોટ ગુલબરયા રાયચુર ત્રણે ગામ, શાહ સાયકલની શાખા ચાલે સુખી છે તમામ; તમારા આશિરે માડી, ચાલુ થઈ અમારી ગાડી...૭ કંચન ફઈને વિગ રહ્યો, આપે લીધી વિદાય, માતા ગુલાબને સુરજ કાકી, કુટુંબ સાનિધ્યમાંય; ધીરજની વંદના માજી, સ્વિકાર થઈને રાજી...૮
આપને બાળ ગુલબર્ગા (મિસરસ્ટેટ)
ધીરજલાલ પોપટલાલ શાહ તા. ૩–૧૧-૬૪
ના વદન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com