________________
આત્મ નિવેદન
ચરમ તિર્થંકર શ્રી મહાવીર સ્વામીએ સ્થાપેલ જૈન શાસન અને એ ધર્મને અનુયાયી હું એ મહાન પ્રભુની આજ્ઞાને અને એમના કહેલા ધર્મને અનુસરનાર એમણે કથેલા મહા વૃતમાં પ્રથમ વૃત “અહિંસાને હું મન-વચન-કાયાથી પાળવા અને દુનિયાના સર્વ જી પ્રત્યે પ્રેમભાવથી રહેવા ઈચ્છનાર તેમજ જીવોને “અભયદાન મળે તે પુરુષાર્થ કરનાર અને જગત જીવોને સેવક થઈ સેવા કરનાર આત્મા છુ.
દુનિયામાં છે જે નિર્દયપણે કરવાથી પાપીજનેનાં હાથે હણાય છે, જે દુ:ખી છે, તે સર્વ પ્રત્યે મારી દીલસ્પશી સહાનુભૂતિ છે અને દરેક છ દુઃખમુક્ત થાય એવી મારી હંમેશા ભાવના છે. એમાં એટલે આત્મભેગ અપાય, તેટલે આપવા હું હમેશા તૈયાર છું.
હાલમાં મારું કાર્યક્ષેત્ર હું એક વિષયમાં રહી, ક્ષેત્રવાડ બાંધી, એનો પાછળ મંડી રહી એમાં વિજય પ્રાપ્ત કરવા ચાહુ છું. વહેચણીની પદ્ધતિયે હંમેશા કાર્ય સુંદર અને સંગીન થાય છે, એમ મારું માનવું છે, એટલે મારું કાર્યક્ષેત્ર મેં જ મારા અનુભવે જ સિદ્ધ થયું છે, તેની પાછળ સતત મહેનત કરવા માંગુ છું.
મુંબઈ શહેરમાં દુધ માટે આવતા ગાયે ભેંસે જે વસુઝી ગયા બાદ કત્તલખાને વેચાઈ કતલ થાય છે, તેના કુમળા બચ્ચાઓ ભુખે તરસે રીબાઇ મરણ પામે છે, આ મુંગા અબેલ અને જનહિતકારી પશુઓ કે જેના ઉપર માનવું પ્રાણીના જીવન મરણનો આધાર છે તેવા દ્વિઅર્થી અવદયાના કાર્યમાં એ જને અભયદાન અપાવી માનવ સમાજનું અને પ્રાણીઓનું રક્ષણ કરવા તન-મન-ધનથી, મન-વચન-કાયાથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com