________________
સ્વ. વડિલભાઈ
જન્મ
સ્વર્ગવાસ સંવત ૨૦૧૦ વૈશાખ સુદ ૬
સંવત ૧૯૫૯ પહેગામ
શ્રી પોપટલાલ માવજી શાહ વડીલ ભાઈશ્રી, e તમે પહેગામમાં રહી બહુ મોભાસર વટપૂર્વક જીવન જીવ્યા. નિકપટી હૃદય અને પરગજુ સ્વભાવ “સાચું બોલવું ને નિતીથી ચલિવું” આ બે જીવનવૃતોને જીવનપર્યત સાચવી, માત્ર પ૧ વર્ષની ઉંમરે વનપ્રવેશનાં વર્ષમાં આપે ચી. જયંતીલાલ ચી. ધીરજલાલ પાસે કર્ણાટકમાં બાગલકોટ જવાની તૈયારી કરી ત્યાં આપે પરલોક પ્રયાણ કર્યું. ભાઈ દલીચંદ અંતિમ સમયે આવી પહોંચ્યો. હું તળાજા પ્રતિષ્ઠામાં રોકાયા હતો, આપે મને ખબર ન આપ્યા, આપના સદાનો વિયોગ રહ્યો. માતુશ્રી બીજાપુરમાં ઝરતા રહ્યા. આપનું પ્રતિક આ પુસ્તકમાં પ્રકાશિત કરીને અંજલી અર્પે . તમારા આત્માની પરમ શાંતિ ઈચ્છું છું. તળાજા.
વિયોગી લઘુબંધુ અમરચંદ