________________
( ૯૮ ષિજી તથા પુના જીલ્લામાં વિચરતા શ્રી રત્નપિજી વિગેરે બિરાજે છે. ( ૨ ) દરિયાપુરી શ્રી ધર્મસિંહજી કે જે પહેલાં શ્રી પૂજય હતા, પછી સાધુ થઈ માળવામાં તાલપંપાલ તરફમાં વિચરતા હતા, હેમના શિષ્ય ( ૩ ) પૂજય શ્રી મલકચંદજી લાહરી કે હેમની સંપ્રદાયમાં હાલ પૂજય શ્રી હનલાલજી મહારાજ પંઝાબમાં વિચરે છે અને જહેમના કાબુમાં અંદાજ ૧૦૦ સાધુજી અને ૬૦ આર્યાજી બિરાજે છે. (૪) પૂજ્ય શ્રી અજરામરજી મહારાજ કે હેમની સંપ્રદાયના શ્રી ઋષિરાજજી નામના વિધાન મુનિના કાળના ખબર “ જેન સમાચાર ” માં થોડા જ માસ ઉપર છપાઈ ગયા છે અને હેમાં હાલ શ્રી મંગળસેનજી વગેરે સાધુઓ જમનાપાર–આમા તરમાં વિચરે છે.
એ જ સમુદાય અને શ્રી મહાવીર સ્વામી વચ્ચે અબુટ સંબંધ ચાલે આવે છે, અર્થાત વચ્ચમાં ગાબડું પડ્યું જ નથી; કોઈ વખતે સાધુજીની સંખ્યા છેક જ શેડી થઈ ગઈ હતી, યતિઓ વધી પડ્યાં હતા, એ વગેરે કારણથી સાધુઓ દરેક માણસના જોવામાં ન આવે તેથી કાંઈ ગાબડું” પથુ ગણાય નહિ. શ્રી ભગવતીજી સૂત્રના પચીસમા શતકમાં કહ્યું છે કે, છે પસ્થાપનીય ચારિત્રની અંતરાય ૬૩૦૦૦ વર્ષ સુધી ચાલશે. આ ૨૧૦૦૦ વર્ષને ૧ લે આ ર૧૦૦૦ વર્ષને અને બીજી અને ૨૧૦૦૦ વર્ષને એમ ૬૩૦૦૦ વર્ષ સુધી દેવસ્થાપનીય ચારિત્ર જોવામાં આવશે નહિ. પછી શ્રી પદ્મનાભજી તીર્થંકરના શાશનમાં તે ચારિત્ર શરૂ થશે. અને ચાલ્યા કરશે, માત્ર ઉપર કહેલા ૬૩૦૦૦ વર્ષના જમાનામાં જ તે ન રહે. એ હિસાબે આ કાળમાં ઉકત ચારિત્રનું અસ્તિત્વ બંધ થવું સંભવતું જ નથી. દિગંબરી માન્યતા પ્રમાણે પણ, પાંચમા આરાના અંત સુથી તે ચારિત્ર કાયમ રહેશે. ( સુદીe તરંગણ શાસ્ત્ર)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com