________________
( ૧૧ ) બાળક પણ ન માની શકે. પરંતુ એમણે અભ્યાસ સારે કર્યો હશે એટલું તે હશે. હેમને ૧૭૨૫ માં આચાર્ય પદ આપવામાં આવ્યું. પરંતુ એ માટે ખંભાતમાં બિરાજેલા આનંદઋષિજીએ વાંધો ઉઠાવ્યો કે હેમને પૂછયા સિવાય શા માટે આચાર્ય પદ્ધી આપી ? હેમને એવો જવાબ મળે કે એ બાબતમાં હમારે કાંઈ અધિકાર નથી. ” આ જવાબથી આનંદઋષિ અહીડાયા અને ખંભાત જઈ પિતાના શિષ્ય ત્રિલોકઋષિને પાટે બેસાડી જૂદ ગરછ સ્થા, કે જેમાં ૧૮ સંધાડાના યતિ ભળવાથી તેઓ “ અઢારીઆ કહેવાયા.
શ્રી સંઘરાજજી ૨૮ વર્ષ આચાર્ય પદ ભોગવી ૧૭૫૫ ના ફાગણ ગુદ ૧૧ ના રોજ ૧૧ દિવસને સંથારે કરી ૫૦ વર્ષની વયે આગ્રા શહેરમાં સ્વર્ગવાસી થયા. તે વખતે થયેલી મોટી ધામધુમથી બળી ગયેલા ઇર્ષાળુ લોકોએ બાદશાહને કહ્યું કે “ સંધરાજજીના માથામાં ભણું છે !” બાદશાહે સ્મશાન ભૂમીમાં માણસો મોકલ્યાં. કહેવાય છે કે, મહારાજના શબને અગ્નિદાહ દેવામાં આવતાં મસ્તક ફાટી મણું નીકળીને જમના નદીમાં પડતાં સર્વ કઈ જઈ શક્યા. આ કારણથી “ સંઘરાજજી મધર' કહેવાય છે. આ દંતકથામાં કેટલુંક વજુદ છે તે હું કહી શકતું નથી.
પાર્ટ ૧૫ મી. શ્રી સુખમલજી; મારવાડમાં જેસલમેર પાસે આસણકોટના રહીશ; વિશા ઓશવાળ, સબવાલેચા ગોત્ર, પિતા દેવીદાસ, માતા રંભાબાઈ જન્મ સંવત ૧૭૨૭; શ્રી સંઘરાજજી પાસે ૧૭૩૯ માં દિક્ષા લીધી ૧૨ વર્ષ તપ કર્યો. સૂત્ર સિદ્ધાંતનું જાણપણું અઠું હતું. ૧૭૫૬ માં અમદાવાદ મુકામે ચતુવિધ સંઘે પાટે સ્થાપ્યા. છેલ્લું ચાતુર્માસ ધોરાજીમાં કર્યું. હાં સંવત ૧૭૬૩ ના આશ્વીન વદ ૧૧ ના રોજ કાળ કર્યો.
પાર્ટ ૧૬ મી. શ્રી ભાગચંદ્રજી, શ્રી સુખમલજીના ભાણેજ, કચ્છ–ભુજના રહીશ; ૧૬૦ ના માગશર સુદ ૨ ના રોજ પિતાની ભોજાઈ તેજબાઈ સહિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com