________________
( ૬૦ ) ખરી વાત; પરંતુ પટે અને પાલખી ઉપાધિ રૂ૫ થઈ પડયાં ! એ સેનાની કટારી કેડે બાંધવાના કામની ન થતાં પિતાને ઇજા કરનારી નીવડી. આજથી યતિઓ પાલખી, ચન્મર વગેરે રાખી સાહ્યબી કરતાં શિખ્યા. ત્યાગમાં આવી જાતના પરિગ્રહે હોટું ખલેલ પહોંચાડયું.
શ્રી શીવજી હવે અમદાવાદમાં આવ્યા. એ વખતે અમદાવાદના ઝવેરી વાડામાં નવલખે અપાસરે ૭૦૦૦ * ઘર લોકાગચ્છી શ્રાવકોનાં હતાં અને અપાસરા ૧૮ હતા.
લાલાજી ઋષિ પાસે કાવ્ય, ન્યાય, સિદ્ધાંત, વગેરે ભણીને શીવજી પાટધર થયા તે પછી હેમને ૧૬ શિષ્ય થયા હતા, તેઓ પૈકી જગજીવનજી, આશૃંદજી વગેરે કેટલાક તે ઉંચ કુળમાંથી ત્યાગી થયા હતા.
( શ્રી શીવજી ના વખતમાં સંવત ૧૬૮૫ માં ધર્મસિંહજી લકાગચ્છથી જુદા પડયા અને નવો ગ૭ ચલાવ્યું. )
પાટ ૧૪ મી. શ્રી સંઘરાજજીનો જન્મ ૧૭૦૫ના અષાડ સુદ ૧૩ સિદ્ધપુરમાં થયો. જ્ઞાતે પોરવાડ; પિતા તથા બહેન સાથે ૧૭૧૮ માં શીવજી ઋષિ સમીપે દિક્ષા લીધી.
શ્રી જગજીવનજી પાસે વ્યાકરણ, કાવ્ય, અલકાર, ન્યાય, વગેરેને અભ્યાસ કર્યો હતો. એક પટાવળીમાં હું એવું વાંચ્યું કે એમણે “છલાખ ગ્રંથ ટીકા સહીત તથા અંગ ઉપાંગ મૂળ છે વગેરે બત્રીસ સિદ્ધાંતને અભ્યાસ કર્યો હત” ! છ લાખ ગ્રંથ જેવી મહેરી ગપ એક હાનું
* આ સંખ્યા, બીજા કેટલાક આંકડાઓની માફક, મહને વધુ પડતી લાગે છે. મુસલમાની વખતનાં અમદાવાદ શહેરમાં મુસલમાન સિવાય બીજાઓને શહેરની અંદર રહેવાની જ છુટ નહોતી. માત્ર થોડાક હિંદુઓ સિવાય બીજા સર્વ હિંદુઓ શહેરબહાર પરામાં રહેતા, એમ વૃદ્ધ શહેરીઓના મહેઠે મહેં સાંભળ્યું છે.
વા, મા. શાહ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com