________________
(૫૯)
પાટ ૧૩ મી. શ્રી શીવજી, હાલારના નવાનગરના રહીશ; સંધવી અમરશી પિતા; તેજબાઈ માતા.
એમની દિક્ષાને પ્રસંગ કાંઈક વિચિત્ર હતું. એવું કહેવાય છે કે શ્રી રત્નસિંહજી જામનગરમાં પધારેલા અને તેજબાઈ વાંદવા આવેલાં તે વખતે તે ભદ્રિક બાઈને પુત્રરહિત જાણું સહેજે કહ્યું કેઃ “ દેવાણુપિયે ! ધર્મની શ્રદ્ધાથી સંતતી પશુ સાંપડે,ધર્મમાં દ્રઢ શ્રદ્ધા રાખો. ” આ વાત બન્યા પછી કેટલેક વર્ષે ફરીથી શ્રી રત્નસિંહજી તે ગામમાં પધાર્યા અને તેજબાઈ વાંદવાં આવ્યાં તે વખતે તેણુને પાંચ પુત્ર થયા હતા. આ બાઈને એવી જ શ્રદ્ધા હોંટી ગઈ હતી કે આ પ્રતાપ મહારાજની તે દિવસની આશીષને હતો !
એક શીવજી નામને તેણીને પુત્ર મહારાજના ખેાળામાં બેઠે જોઈ તેણુએ કહ્યું, તે હમારે જ પ્રતાપ છે, માટે હમારી પાસે રહેવા ઈચ્છે છે. ભલે હેને શિષ્ય બનાવો. તેણીને અતિ આગ્રહ થતાં મહારાજે હેને ભણવવું શરૂ કર્યું અને શાસ્ત્રમાં પારંગામી થતાં દિક્ષા આપી, (સખ્યત ૧૬૭૦ ) હેમને જન્મ ૧૬૩૯ માં થયું હતું અને ૧૬૮૮ માં પાટે બેઠા હતા.
હેમણે પાટણમાં ચોમાસું કરેલું હાં હેમની કીર્તિ ન સહન થઈ શકવાથી કેટલાક ચૈિત્યવાસીઓએ દીલ્લીમાં બાદશાહને હેમની વિરુદ્ધ ઉશ્કેર્યા. શાહજહાં બાદશાહે શીવજીને દીલ્લી તેડાવ્યા. એ વખતે ચાતુર્માસને વખત હતું. પરંતુ શાસ્ત્ર ફરમાવે છે કે, દુષ્ટના જેગથી, દુષ્કાળને લીધે, હિંસાના કારણથી, રાજ્યના ભયથી એમ ગાઢા કારણથી ચોમાસામાં પણ વિહાર થઈ શકે છે, એમ વિચારી શીવજી દીલ્લી આવ્યા. કેટલાક હાજરજવાબી સવાલ જવાબ થવાથી બાદશાહ બહુ ખુશી થયા, અને હેમને મહેર છાપ વાળો પટ આપે, અને એક પાલખીની બક્ષીસ કરી. ( સંવત ૧૬૮૮ ના આશ્વીન સુદ ૧૦ વિજયા દશમીને રાજ.)
આ પ્રમાણે શ્રી શીવજી મહારાજે લોકાગચ્છની કીર્તિ વધારી એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com