________________
૮૪ ]
વીર-પ્રવચન
દેવેદ્રની અતિશયેક્તિ ભાસી. ક્રોધને આટાપ કરી પ્રભુ સરખા સતને ચલાયમાન કરવાનું બીડું ઝડપ્યું. સત્વર પાલાસ ચૈત્યમાં આવી પુચ્યા અને ઉપસર્ગાની વર્ષાં શરૂ કરી-ધુળની દૃષ્ટિમાં પ્રભુને દાખ્યા, વજ્રમુખી કીડીઓથી ચટકાવ્યા, તીક્ષ્ણતાથી ડંશ મારનારા ડાંસ ધીમેલા અને વિંછીઓની વિષુ વણા કરી એ દ્વારા અતિશય પરિતાપ ઉપજવ્યા, નળીઆ, સર્પ અને ઉંદરાએ અકથનીય કષ્ટ આપ્યા. હાથીઓએ દતૂશળને સૂદ્વારા, હાથિણીએ સ્વ સ્થુલકાયને પ્રભુદેહ સહ ધસવાદ્વારા, પિશાચાએ વિલક્ષણ કાર્યો કરી, અને વાધેએ નખને દાઢ મારફતે પ્રભુદેહનું વિદારણ કરી અપાય તેટલું કષ્ટ આપ્યું. પીડા પાડવામાં જરા પણ કમી ન રાખી. આમ છતાં મહાવીર તે મહાવીર જ રહ્યા. શ્રમપણાના ઊંડાણમાં રમતા એવા એમણે એ સં સમભાવે સહ્યું. ઉપસ સહવાને અને કર્માંને ખાળવા અર્થે તે તે અહીં આવેલા એટલે જેમ એની તીવ્રતા તેમ પ્રભુશ્રીની સમતા અગાધતામાં ઉંડી ઉતરવા લાગી. તેઓશ્રીનું કેંદ્રરથાન યાતના પમાડનાર સંગમદેવ નહાતા પણ કર્રરાજ હતા; એટલે તેની સાથેના સમરાંગમાં પ્રભુ તે દૃઢ જ રહ્યા. પ્રતિકુળ પ્રોથી જે ન નમ્યા તેમને વશ કરવા સગમે સાનુકુળ પરિસ્થિતિ ઉત્પન્ન કરી. સિદ્ધારથ રાજાને ત્રિશલા રાણીના કાપૂર્ણ રૂદન દેખાડયા ! ચારૂ ગાત્રવાળી અપ્સરા દ્વારા હાવભાવથી લઈ, આલિંગન દેવા સુધીની દરેક ચેષ્ટાઓ કરાવી.
આ બધા વચ્ચે પ્રભુ તે પાષાણુસ્થંભવત્ અડગજ રહ્યા. ન તે એમાં લેપાયા કે ન તા એની પરવા કરી. સંગમે પણ આકાશ પાતાળ એક કરવામાં બાકી ન રાખી. સ્વેપ્રતિજ્ઞા પૂરવા અર્થે પ્રભુને લલચાવવાના બન્યા તેટલા ઉપાયે ચેાજ્યા. પણ એ સ ઉખરભૂમિમાં બીજારે પણ સમ અફળ નિવડયું.
પ્રભુ શ્રી વમાન તે પૂર્વીકૃત કર્મોના આ બધા વિલાસા જોઈ જરા પણું ચલાયમાન થયા વગર આત્મરમણતાપૂર્વક ધ્યાનમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com