________________
વીર-પ્રવચન
[ ૮૫
નિશ્ચળ રહ્યા. સંગમદેવ પર તેઓશ્રીને કરૂણા આવી. મનમાં એમ થયું કે મારા જેવાને ચેગ મળવા છતાં એ બિચારાના અધઃપાત થશે ! ચડાશિક જેવા ચર્યનેતિ મેધ આપનાર આ ક્યાનિધિ જરૂર સંગમ જેવા દેવને સહુ જ નિસ્તાર કરી દેત; પણ એ દેવની અભવ્યતા આડે આવી. જેતે ઉદ્ધારની ઈચ્છા જ થવી દુર્લભ ત્યાં પછી પ્રતિકાર શેા !
ઘેાર યાતનાઓના સમૂહ વચ્ચે ઉધાડી છાતીએ ઉભા રહી, પ્રભુએ ઘણા કર્મના ક્ષય કરી દીધા. ત્યાંથી પુનઃ વિહાર શરૂ કર્યાં, દેવલાકના સ્વામીએ સંગમની કરણીની નિત્સના કરી, તેને સખત ઠપકા આપી સૌધર્મી લેાકમાંથી હાડી મૂકયા. આ પછી અવારનવાર દેવેદ્રો સુખ શાતા પૂછ્યા આવવા લાગ્યા. કૌશાંબીમાં પ્રભુએ એક વિલક્ષણ અભિગ્રહ લીધા કે જે ચંદનબાળા દ્વારા ચીરકાળે પૂર્ણ થયા.
લાંબા કાળ સુધી મૌનભાવે કૈવલ સ્વ આત્મ શુદ્ધિ અર્થે ભિન્ન ભિન્ન પ્રદેશમાં વિચરી પ્રભુશ્રી લક્ષ્યસિદ્ધિ સન્મુખ આવી પુગ્યા. ષમાની ગામના પાદરમાં પ્રતિમા ધારી પ્રભુ ઉભા રહ્યા. એક ગાવાળ તેમની સમીપ બળદો મૂકી, સાચવવાની ભલામણ કરી ગામમાં ચાર્લ્સે ગયેા. ન તે પ્રભુના ધ્યાનમાં બળદના વિચાર સરખા હતા કે ન તા ખળદના મનમાં તે સ્થાન ઉભવા માટે નિયત કરાયું હતું એટલે ઉભય સ્વકાર્ટીમાં લીન બન્યા. ધ્યાનસ્થ પ્રભુએ જતા બળદને રાકયા નહીં અને વનમાં સ્વતંત્રતાથી ચરવા-ફરવાનું ડી તિર્યંચ ત્યાં થાભ્યા પણ નહીં.
મૂઢ ગેાવાળે પાછા ફરતાં સતને તે પૂર્વની મુદ્રામાં સ્થિત જોયા પણ પેાતાના ખેલને ન દીઠા. તરત જ ધ્યાનમગ્ન મૂર્તિ સામે પ્રશ્નપરંપરા શરૂ કરી. છતાં ઉત્તર ન મધ્યેા તે ન જ મલ્યે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com