________________
વીર-પ્રવચન
[ ૮૩
કે નિમિત્ત બતાવવામાં તેમજ શૈશાલા સહના એકાદ બે પ્રસંગ સિવાયના સર્વ વાર્તાલાપમાં પ્રભુત્રીતે મૌન જ રહેલા છે, પણ કુતુહળી વ્યંતર સિદ્ધાર્થે પ્રભુ શરીરમાં પ્રવેશી પ્રભુના નામે એ સર્વ વ્યતિકર નિપજાવ્યો છે. તેજોલેસ્થાના સ્વરૂપ દર્શનમાં અને શીંગમાં કેટલા જીવો છે એ વાતમાં ઉત્તરદાતા પ્રભુશ્રી પોતે જ હતા. મહાપુરૂષો કોઈ તાત્વિક પ્રશ્ન હોય તો જ મૌન છોડવું ઉચિત સમજે છે એ સહજ સમજાય તેવું છે. સાડા બાર વર્ષ દરમીઆન જે જે બનાવો બન્યા છે. એ સર્વ કર્મરાજાના પરિણામ રૂપ જ છે. બાહ્ય દૃષ્ટિયે કેટલીક વાર લાગે કે જે પ્રભુ બોલ્યા હતા તે આમ ન થયું હેત ! વળી કઈ સ્થાને પ્રભુનું મૌન કેટલાકના મરણનું નિમિત્તભૂત સમજાય છતાં અંતરચક્ષુથી એનો તાળો મેળવતાં સર્વ પરિસ્થિતિ ઉપષ્ટરૂપે ખુલ્લી થાય છે. પ્રભુ, ઇંદ્ર, કે ગશાળ તે નિમિત્ત માત્ર છે. ઉપસર્ગોને સામને કરીને જ પ્રભુશ્રીને કર્મસમૂહને ખંખેરી કહાડવાને હેવાથી એના પરિપાક સમતા સહ ભગવે જ છુટકે. કુતુહળે ઉભા કરનાર ઇદ્રથી આજ્ઞા કરાયેલ દેવ સિદ્ધાર્થ, એ વેળા કક્ષાએ અલેપ થઈ જાય છે! એ પરથી જ કર્મોની અનિયંત્રીત સત્તાને ખ્યાલ આવી શકશે. ઉચ્ચ કક્ષાના મહાપુરૂષો એ સમયે રંચમાત્ર હર્ષશેક ધરતા નથી.
આ પ્રમાણે જૂદા જૂદા ભાગમાં ફરી પ્રભુત્રીએ નવ ચોમાસા વ્યતીત કર્યા. દશમું ચોમાસું સારી રીતે તપ કરવા રૂપ શ્રાવસ્તીમાં પસાર કરી, સત્વર કર્મક્ષપણને અર્થે તેઓ મલેચ્છભૂમિ પ્રતિ સિધાવ્યા. પિઢાલ ગામની બહાર પિલાસ ચૈત્યમાં અષ્ટમભક્તપૂર્વક પ્રભુશ્રી વર્ધમાન એક રાત્રિની પ્રતિમાથી કાર્યોત્સર્ગમાં સ્થિત થયા, આ વેળા સૌધર્મ દેવલોકમાં સમતાશીલ પ્રભુની, ખુદ ઈદ મહારાજ સ્વમુખે પ્રશંસા કરી રહ્યા હતા. સંગમ નામા એક અભવ્યનેમિથ્યાત્વીદેવને શદ્રની ઉક્ત પ્રશંસામાં કેવલ પક્ષપાતની ગંધ આવી !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com