________________
વીર-પ્રવચન
[૮૧
તને પગલા માની લઈ જ્યાં એને અનુસરતે આવી ચક્રીને સ્થાને અચિન એવા પ્રભુને જુએ છે ત્યાં તરતજ એને સ્વવિદ્વતા પર અને સામુદ્રિક શાસ્ત્ર પર તિરસ્કાર છૂટે છે. ગ્રંથને પાણીમાં બળવા તૈયાર થઈ જાય છે. જ્યાં આવા ચિહેવાળી વ્યક્તિ ચક્રી થવાને બદલે ફકીરી જીવન જીવતી જેવાય છે ત્યાં એ શાસ્ત્રના શબ્દો સાચા શી રીતે હોઈ શકે ? ત્યાં તે શકેંદ્ર આવી, શંકાનું સમાધાન કરી, પારિતષિક આપી તેને વિદાય કર્યા બાદ પ્રભુ પ્રત્યે ભક્તિભર હૈડે બહુમાન પૂર્વક વદે છે કે
હે ત્રિલેકેશ, આપને હવે પછી અતિ દારૂણ અને મરણાંત ઉપસર્ગો સહન કરવાના છે, માટે આપ જે અનુજ્ઞા આપે તે હું આપશ્રીને પરિપાશ્વક (રક્ષક) થઈને રહું.”
ભો સૌધર્મપતિ ! ભૂતકાળમાં બન્યું નથી, વર્તમાનમાં બને તેમ નથી અને ભવિષ્યમાં બનવાનું પણ નથી કે તીર્થકરો અન્યની સહાયથી સ્વકર્મોને ક્ષય કરી એક્ષપ્રાપ્તિ કરે. તેઓ સામનો કર્યા વગર–બળેજ-અનંત બળ છતાં, સમતાપૂર્વક ઉપસર્ગોની હારમાળા. સહન કરીને જ સિદ્ધિની સાધના કરે છે.”
પ્રભુશ્રી વર્ધમાનને આ પ્રત્યુત્તર સાંભળી ઈદ્ર નમ, ભક્તિથી પ્રેરાઈ, પ્રભુને મશીઆઈ ભાઈ કે જેનું નામ સિદ્ધાર્થ હતું અને જે અત્યારે વ્યંતર દેવપણે હતું તેને પ્રભુની સમિપમાં શુશ્રષામાં રહેવાનું ફરમાવી, સ્વસ્થાને સિધાવ્યા.
કર્મની નિર્જરા અર્થે નિકળેલા, શ્રી વીર મૌન રહેવા આદિના કેટલાક અભિગ્રહ ધરી, વારંવાર તપ આચરતાં ઘણું ખરું કાર્યોત્સર્ગ મુદ્રામાં રહેવા લાગ્યા.
એકદા વિહરતાં કુમારગામના સીમાડામાં કાર્યોત્સર્ગ ધ્યાનમાં સ્થિર થયા. એક ગોવાળની ગામમાં જતાં બળદની દેખરેખ માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com