________________
વીર–પ્રવચન
[૬૭
સતત ઉપદેશ વારિથી સકળ જગતને સિંચન શરૂ કર્યું તેઓશ્રી એવા શુભકર્મી હતા કે સારાયે ભારતવર્ષમાં એમણું યશઃ કીર્તિ પ્રસરી રહી. વિધર્મીઓ જેન શાસન કિંવા જૈન ધર્મને તેમના નામથી ઓળખાવા લાગ્યા. તેમની મૂતિએ સંખ્યાતીત ભરાઈ, જુદા જુદા સ્થાનકે પ્રતિષ્ઠિત થઈ. હજાર અધિક આઠ નામથી તેઓ પ્રસિદ્ધિને પામ્યા. વીતરાગ એવા તેઓશ્રીના અંતરમાં નતે ધરણેન્દ્ર પર રાગ હતું કે નતે કમઠ–મેઘમાળી પર દેવું હતું. ઉભય પર સમાન ભાવ છતાં જનતામાં તેમની ચમત્કૃતિ વધી પડી. ભક્ત એવા ધરણેન્દ્ર પદ્માવતી, માનવતાના પૂરક બન્યા એટલે ચમત્કાર ત્યાં નમસ્કાર વધી પડે.
જેમના શાસનમાં અત્યારને જૈન ધર્મ કિવા જૈન સંધ ગણાય છે એ ચોવીશમા ચરમજનનું નામ શ્રી વર્ધમાન સ્વામી, વર્તમાન જેન જનતાના એ નજીક ઉપકારીને વિદ્યમાન જેનાગમના તે આa પ્રરૂપક-ક્ષત્રીયકુંડ નગર એ તેમની જન્મભૂમિ-સિહારથભૂપને ત્રીશલા રાણુના એ પુણ્ય લેકી પુત્ર. તેઓશ્રીના ગર્ભમાં આવ્યા પછી દરેક પ્રકારે રાજવીના મંદિરમાં વૃદ્ધિ થતી ચાલી એટલે નામ સ્થાપન કાળે એ હેતુ ધ્યાનમાં રાખી વર્ધમાન કુંવર એવું અર્થસૂચક નામ રાખ્યું. સુવર્ણ વર્ણ કાયા વાલા પ્રભુશ્રી દ્વિતિયાના ચંદ્ર સમ વધવા લાગ્યા. તેમનું જીવન જરા વિસ્તારથી જવાની જરૂર છે કેમકે વર્તમાન જેમ જનતાનું એ કેંદ્રસ્થાન છે.
શ્રી રૂષભદેવને સમક્તિ ફરસ્યા પછી તેરમે ભવે છનત્વ પ્રાપ્ત થયું. શ્રી શાંતિનને બાર, શ્રી અરિષ્ટનેમીને નવ, શ્રી પાર્શ્વનાથને દશ અને શ્રી વર્ધમાનને સત્તાવીશ. એ સિવાયના તીર્થંકરને ત્રીજે ભવે કાર્યનિષ્પત્તિ થઈ છે. એ ઉપરથી ચરમજનનું ભવ બ્રમણ સવિશેષ છે તે તે તરફ ઉડતી નજરે ફેંકી દઈએ. તે જાણવાથી તેમના અંતિમ જીવનના અંકડા મેળવવા સુલભ થઈ પડશે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com