SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮] વીર-પ્રવચન નયસાર નામા ગ્રામ્યપતિને ભવ એ સમ્યકત્વ પ્રાપ્તિને ઉષ: કાળ. સામાન્ય દશા અને નહિં જેવું જ્ઞાન આમ છતાં સરળ હદય ખરું, એટલે ભૂમિકા શુદ્ધ. એકદા વનમાં કાષ્ટ લેવા નયસાર ગયેલ ત્યાં અકસ્માતિક રીતે વિખુટા પડેલા એક સાધુ મહાત્માને. એને ચોગ થા. ભેજનવેળા હતી એટલે નયસારે આહાર વાપરી લેવા 'વિનંતી કરી અને ભાવપૂર્વક મુનિને આહાર વહેરાવ્યો, આ રીતે સુપાત્રદાનથી મહાપુણ્ય ઉપાર્જન કર્યું. એમાંથી પરિવારી મહાત્માની સાથે જઈ એમના સાથ ભેળા કર્યા. પપકારી સતિ છુટા પડતાં આ ભાદિક જીવને કહ્યું – - ભાઈ, હું મને દ્રવ્ય માર્ગ દેખાડો તે હું હને આત્માને ભાવ માર્ગ બતાવું, એમ કહી નમસ્કારરૂપ મહામંત્ર હેને સમજાવ્યા. નિગ્રંથ એવા સાધુજી પ્રત્યે મૂળથીજ નયસારને બહુમાન ઉભવ્યું તે હતું તેમાં અણમૂલા મહામંત્રની પ્રાપ્તિ કરાવી એટલે કુદરતી રીતે અનગાર પ્રત્યે હૃદય પૂર્ણભક્તિથી વળ્યું. કર્મરાજે વિવર દીધું એટલે આજીવન એનું ચિંતન મનન ચાલુ રહ્યું અર્થાત સમ્યકત્વ લાધ્યું. કાળકરી નયસાર જીવ બીજા ભવમાં દેવપણાની રિદ્ધિ પામે. ત્રીજે ભવે એટલે શુભાશુભને સંગ કિવા કીર્તિના શિખરેથી ભવસાગરના ઉંડા ગર્તામાં પતન રૂપ કાળ ! શ્રી રૂષભેશ્વરના જગત્રસિદ્ધ વંશમાં ચક્રી ભરતેશ્વરને ત્યાં પુત્ર પણે જન્મ. મરિચી એવું નામ પડયું. બાલ્યકાળથીજ નિવૃત્તિ માર્ગની અભિલાષા. પ્રથમ જનના શાસનમાં મરિચી સાધુ થયા. આમ અંતરના ઉછળતા વેગે સંસારના વિલાસને ઠાકર તે મારી છતાં મુનિજીવનના અસિધાર સમા નિયમે આકરા લાગ્યાં, કાયા યંત્ર માફક કામ કરી રહી છતાં મન બળવો પોકારી ઉઠયું એટલે ત્રિદંડી વેશને પ્રાદુર્ભાવ થયો. મુનિ એવા મરિચીને જેમ ઘેર પાછા ફરવું ઉચિત ન લાગ્યું તેમ સાધુ જીવનમાં દંભ ચલાવ ઠીક ન લાગે. પિતાની શિથિલતાને ધ્યાનમાં રાખી, તેના ચિન્હ સુચક ઉક્ત નવા વેશની રચના કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034655
Book TitleVeer Pravachan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJainacharya Atmanand Janma Shatabdi Smarak Trust Board
Publication Year1939
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy