SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ વીર-પ્રવચન નામ દેવપણાની રિદ્ધિ પ્રાપ્ત કરી છે એવા કમઠજીવે જ્ઞાને પગથી પ્રભુની આ દશા નિહાળી અને તરત જ તેને ચીરકાળ સંચિત ક્રોધ દાવાનળ સળગી ઊઠે. વેરની વસુલાત કરવાને નિરાધાર કરી લઈ, સ્વ શક્તિ વડે એકદમ ચોતરફ અંધકાર પ્રસારી આકાશને ઘમઘોર બનાવી મુશળધાર વરસાદ શરૂ કર્યો. પહાડમાંથી પડતાં બહત જળધોધ સમ જળ ચોતરફ ઉભરાવા માંડયું. આવકનું પ્રમાણ વધી પડયું એટલે એ વધતું વધતું ઉંચે ચઢયું. ધ્યાન મગ્ન પ્રભુ એમાં બુડવા લાગ્યા. જોત-જોતામાં ગ્રીવાને ડાળી લઈ જળ વધતું વધતું નાશિકાના અગ્રભાગ સુધી આવી ચુક્યું. કમઠજીવ વૈરના પ્રતિરોધથી નૃત્ય કરવા લાગ્યો છતાં ચરમદેહીને મરણાંત ઉપસર્ગો પણ મારી શકે જ કેવી રીતે ? આસન પ્રકંપથી ધરણેકે ઉપયોગ મૂકતાં જ્ઞાનદર્પણમાં જોયું કે અહે, જેના ઉપકાર વારિથી હું આ સ્થાને આરૂઢ થયો છું એ ઉપકારી મહાત્માને શીરે મહાન કષ્ટ આવી પડ્યું છે અને તે પણ મારા નિમિત્તનું! સત્વર દેવી પદ્માવતી યુક્ત પરિવાર સહ ત્યાં આવી ખડે થયેલ અને દેવી પદ્માવતીએ સ્વ મરતક પર પ્રભુને અદ્ધર ધારણ કર્યા જ્યારે ધરણે સ્ત્ર ફેણાઓ વિમુર્તી એવું તે છત્ર વિસ્તાર્યું કે પાણીનું એક બુંદ પણ પ્રભુના દેહ પર પડી ન શકે. અહીં મેઘમાળી કર્મઠના બળને છેડે આવ્યો. તેની શક્તિનું દેવાળું નિકલ્યું. પરાજય પામી, દેવ મેઘમાળી આરંભેલ કાર્યને સંકેલી લઈ સ્વ સ્થાનકે પાછો ફર્યો. ધરણેન્દ્રના ઉપાલંભથી તેને ભાન થયું કે પિતે ત્રણ જગતના નિષ્કારણ બંધુ સમાન પ્રભુ પર ઉપસર્ગ કરવામાં તીવ્ર પાપ સેવ્યું છે. એટલે સહજ પશ્ચાતાપ રૂપી અગ્નિથી એનું અંતર જળવા લાગ્યું. એટલા પુરતે એણે લાભ જ થયા. દુરના ડુંગરા વટાવી પ્રભુશ્રી સદૈવકલ્યાણ વર્તતા દુર્ગમાં પ્રવેશી ચુક્યા. અપૂર્વ એવા કેવળજ્ઞાનની તેમને પ્રાપ્તિ થઈ. ત્યારથી જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034655
Book TitleVeer Pravachan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJainacharya Atmanand Janma Shatabdi Smarak Trust Board
Publication Year1939
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy