________________
વીર–પ્રવચન
[૫૯
પડશે એમ નિર્ધાર કર્યો. કેટલીયે વાર માતુશ્રી શીવાદેવીએ પુત્રની લગ્ન નિમિત્તે સમંતિ મેળવવા યત્ન સેવેલે. છતાં પરિણામ શૂન્યમાં જ આવેલુ. હવે આ કાર્ય શ્રીકૃષ્ણ જાતેજ ઉપાડી લીધું. દરેક ક્રીડા કેલિમાં તેઓ નેમીકુંવરને સાથે તેડી જવા લાગ્યા. વસંત ઋતુમાં એકદા દાવ સાધીને ગોપીઓ સાથેની ક્રીડા વેળા નેમીકુંવરને બરાબર રમતમાં નાખી તે આઘા ખસી ગયા. સત્યભામા રૂક્ષ્મણી જાંબુવતી આદિ તેમની પટરાણીઓએ વિવિધ પ્રકારે આલાપ સંલાપ અને ઉપાલંભથી દિયર એવા નેમીકુંવરને વિવાહ મનાવવા મેરો માં. એ લલનાઓની હાસ્યજનક દલીલોથી પ્રભુથી જરા હસી દેવાયું. એ . ઉપરથી આ રાણીવૃદે તરત જ માની લીધું કે પોતાની વાત દિયરને ગળે ઉતરી ચુકી એટલે એ વાત શ્રી કૃક્ષને જણાવી અને તરત જ કન્યાનીધ શરૂ થઈ.
અલ્પ સમયમાં જ ભજવૃષ્ણિ કુળના ઉગ્રસેન રાજવીની કન્યા રાજેમતીની ભાળ મળી એટલે વાસુદેવ તેમની સમિપ પહોંચી ગયા. સમાનવય, કુળશીળ આદિ જ્યાં ગુણેનું સમાનપણું અને સરખે સરખાને જ્યાં મેળ મલ્યા ત્યાં વાર ક્યાંથી સંભવે? વિવાહ સંબંધ સંધાયા. કૌષ્ટ્રકિ તિષીને લગ્ન દિન નિયત કરવાની સુચના થઈ અને બને તેટલે નજદિકને દિવસ નક્કી થયો. “વિલંબમાં વિદ્ધ ઘણું” એ ઉક્તિનું કૃશ્ન મહારાજે અક્ષરશ: પાલન કર્યા છતાં હણહાર મિથ્યા ન થયું. સાજન સહિત વરરાજને સુંદર સ્વાંગ ધારણ કરી યદુવંશ ભૂષણ કુમાર અરિષ્ટનેમિ, રાજવી ઉગ્રસેનના આવાસ લગભગ આવા પુગ્યાં. ત્યાં અચાનક એક પ્રાસાદમાં પૂરાયેલા સંખ્યા બંધ વનચર પ્રાણીઓના કરૂણ સ્વર કણે પડયા. એક દીન મુખે પિકાર. કરતાં મૃગલાને જોતાં જ ભાવિ અરિહંતના હૃદયમાં જબરી ઝણઝણાટી થઈ રહી. પશુરક્ષકના ઉત્તરમાં “એ બધાના જીવનની સમાપ્તિ સ્વ લગ્નના ગૌરવ પ્રસંગે થઈ જવાની છે” એ શબ્દ કાને પડતાં જ અંતર ભેદાયું. જેમાં આટલા બધા જીવોનું પ્રત્યક્ષ અકલ્યાણ સમાયું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com