________________
૫૮]
વીર-પ્રવચન
શ્રી અરિષ્ટ નેમી અથવા તે નેમનાથ એ જેનદર્શનમાં બાવીશમા જીનપ્રભુ તરીકે સુપ્રસિદ્ધ છે. જન્મભૂમિ સૌરીપુરી જે ઉત્તર હિંદમાં આવી હતી. પિતાનું નામ સમુદ્ર વિજય હતું જે દશ દશાઈ તરિકે ઓળખાતા યાદવવંશના દશ મહાભૂજમાં અગ્રજ હતા. અંધકવૃષ્ણિ નામા પ્રખ્યાત ક્ષત્રિયવંશમાં એમને જન્મ થયો હતો. તેમની રાણીનું નામ શિવદેવી હતું. જેમણી કુક્ષિએ ચૌદ મહાસ્વપ્ન સુચિત, પ્રભુત્રી નેમીશ્વરે જન્મ લીધે. માતાએ ઉક્ત સ્વ ઉપરાંત ચામરત્નોની શ્રેણી તેમજ આકાશમાં ચક્ર ઉછળતું દીધું હતું એ ઉપરથી અરિષ્ટનેમિ નામનો પ્રાદુર્ભાવ થયો. વણે પ્રભુશ્રી શ્યામ હોવા છતાં કાંતિમાં
અનુપમ હતાં. કાકા એવા વસુદેવના બળવાન પુત્રો કૃષ્ણ-બળભદ્ર કંસને * વધ કરવારૂપ બનાવ બન્યા પછી અંધકવૃષ્ણિ અને ભેજવૃષ્ણિ
શાખાના સારાયે ક્ષત્રિય વગે સૌરીપુરને ત્યાગ કરી ગુજરાત તરફ પગલા માંડયા અને દ્વારામતીમાં કાયમનો નિવાસ કર્યો હતો. કૃક્ષ વાસુદેવના અધિણિત દેવોએ આ નગરી વસાવી હતી અને એના દુર્ગને રૂસુવર્ણમય બનાવી સંપૂર્ણ રીતે શુશોભિત કર્યો હતો. એ કાળે એને વિસ્તાર અડતાળીશ ગાઉનો હતો, એટલે કે અત્યારે અંતરે પડેલે રૈવતાચળ ગિરિ તે સમયે એ અલકાપુરીના સીમાડામાં ગણતે.
સુહદો સાથે અથવા તે સ્વ-ગોપાંગનાઓથી પરિવરી ક્રીડાથે એ ગિરિ પર જતાં.
એકદા બાળ એવા શ્રી નેમિકુંવરે, શ્રી કૃશ્ન વાસુદેવની આયુદ્ધશાળામાંના શંખને કુંકવા રૂપ સામાન્ય ક્રીડા, મિત્રોથી પ્રેરાઈ કરી. આ કાર્યથી સારા નગરમાં જબરે ક્ષોભ થશે. ખુદ વાસુદેવ વૃક્ષ વિચારમાં પડી ગયા. એમણે બાળવયને પ્રભુમાં આટલી હદે બળાતિશયતા નિરખી રાજ્ય છેવાની ચિંતા ઉદ્દભવી. પ્રભુસહ પોતીકા બળની તુલના કરવાથી તેમની આંખ ખુલી. ભ્રમ ભાંગ્યો. કેજીબી યત્ન નેમીકુંવરને પરણવવાને નિશ્ચય કર્યો. ત્યારે જ તેમનું બળ-પરાક્રમ નરમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com