________________
વીર–પ્રવચન
[૫૭
વિશિમ શ્રી મુનિસુવ્રત સ્વામીને જન્મ વિશ્વ વિખ્યાત મગધદેશના પાટનગર રાજગ્રહમાં થયો હતો. પિતાશ્રીનું નામ સુમિત્ર અને માતુશ્રીનું પદ્માવતી હતું. ગર્ભમાં પ્રભુશ્રીના સંક્રમણ બાદ એ દંપતીને શ્રાવક ધર્મના આદર્શરૂપ દ્વાદશત્રત અંગીકાર કરવાના ભાવ થવાથી, એને ગર્ભનો પ્રભાવ માની, નામ સ્થાપનકાળે એ પ્રતિલક્ષ અપાયું. વર્ણ સ્પામ હોવા છતાં કાંતિમાં જરા પણ ક્ષતિ નહોતી. તીર્થકર તરિકે ઉપદેશ ધારાથી જગતને નવપલ્લવિત કરતાં તેમને એક પૂર્વભવને મિત્ર જે આભવમાં અશ્વરૂપે ઉપજ્ય હતું તેને પ્રતિબોધ પમાડવા લાંબી મજલ કરી તેઓશ્રી ભૃગુકચ્છ પધાર્યા ને તિર્યંચનો ઉદ્ધાર કર્યો. અશ્વાવબોધ તરિકે આજે પણ એ તીર્થ ભરૂચમાં સુપ્રસિદ્ધ છે છે. શકુનિકા યાને સમળી વિહાર તીર્થ પણ એની સાથે સંકલિત : હેવાથી ભરૂચ એ તીર્થધામ રૂપ છે.
મિથિલા નગરી જેમ એગણુશમા જીનની જન્મભૂમિ તેમ એકવીસમા શ્રી નમિનાથની પણ છે. વિજયરાજની રાણી વપ્રાદેવીની કુક્ષિએ તેઓશ્રીને જન્મ. નામ કરણમાં બનેલ ચમત્કૃતિ નીચે મુજબપ્રભુના ગર્ભમાં આવ્યા પછી સીમાડાના શત્રુ નરિદ અચાનક વિજયરાજ પર હલ્લો લાવ્યા. કિલ્લાને ચારે બાજુથી ઘેરે ઘાલ્યો. રાજા ઘડીભર કિંકર્તવ્યમૂઢ બની ગયો પણ ગર્ભવંતા દેવીએ ચિંતાને પ્રતિકાર કરતાં પિતાને જાતે એકવાર કિલ્લાના ઉચ્ચતમ પ્રદેશ પર લઈ જવાની સુચના કરી. એમના વીરશ્રી ભર્યા મુખદર્શન થતાં જ વૈરીછંદમાં ખળભળાટ થઈ ગયો. માતાની તેજ દ્રષ્ટિ રાજાઓથી ન સહી ગઈ. શરણે આવી, પગે પડતા પિતા પર સૌમ્યદ્રષ્ટિ રાખવા આજીજી કરવા લાગ્યા. જગદંબા સમા વપ્રાદેવીએ સૌમ્ય નજર કરી તેમના મસ્તકે હાથ મૂકતાં આશીર્વાદ આપ્યા. આમ રિપુઓ પણ જેમના આગમનથી નમી પડ્યા તેથી નમિનાથ નામ સ્થાળું. સેના સમી કાયા વાળા પ્રભુશ્રી દ્વિતિયાના ચંદ્ર સમ વૃદ્ધિ પામ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com