SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬] વીર–પ્રવચન ધરતી સાધી, સમય પ્રાપ્ત થતાં શાસન પ્રવર્તાવ્યું. શુભકર્મો બાંધેલા એટલે ભોગવવા પડે જ. - કુંથુનાથ એ સતરમા તીર્થનાયકનું નામ. સુરરાજાની શ્રીરાણી દેવીના એ જાય. હસ્તિનાપુર કિવા શાંતીનાથની જન્મભૂમિ. એજ એમની પણ. એમના જેવા એ પણ ષટખંડ ભોક્તા. ચક્રીપના શત્રુઓ બિચારા નાના કુંથુવા જેવા ગર્વ ગળત થવાથી તેમજ સ્વપ્નમાં રત્નને શુભ પૃથ્વીને વિષે રાણીએ દેખવાથી, અને એ વૃિતાંત પ્રભુના ગર્ભમાં આવ્યા બાદ બનવાથી અભિધાનનું કારણ. ' ' જેવા કુંથુનાથ એવા અરનાથ, જન્મ સ્થાન અને ચક્રીપદ, એ સાથે કંચન સદ્દશ હ યષ્ટિ એ બધું સરખું. સુદર્શન એ જનકનુનામ જ્યારે જનનીનું નામ દેવીરાણી, પ્રભુના અવન કલ્યાણક પછી માતાએ રત્નમય આરા દેખવાથી અરનાથ નામ રખાયેલું. - શ્રીમલ્લીનાથ એ ઓગણીશમા પ્રભુનું નામ. એમનો અવતાર કુંવરી રૂપે મિથિલા નગરીના કુંભ રાજવીને ઘેર પ્રભાવતી રાણીની કુક્ષિએ થયો હતો. ચાલુ અવસર્પિણીને એ એક આશ્ચર્યભૂત બનાવ હતું. સામાન્ય નિયમ તે તીર્થંકર પુરૂષ પણે અવતરવાનો છે. ગર્ભમાં પ્રભુના આગમન પછી માતાને છએ ઋતુના પુષ્પથી ભરપુર શય્યામાં સુવાનો દેહલે ઉદ્દભવ્યો, દેવતાના સાનિધ્યથી એની પૂર્ણતા થઈ. એ મહિમા નામ રાખવામાં કારણરૂપ થયો. નીલવણું ગાત્રવાળા મલીકુંવરીને પૂર્વભવના સ્નેહી છમિત્ર કે જેઓ આ ભવમાં જૂદા જૂદા દેશના રાજાઓ તરિકે ઉપન્યા હતા, તેઓ તરફથી પરણવાનું એક સામટુ ઈજન આવ્યું. મિથિલાપુરી ઉક્ત છ ભૂપના સૈન્યથી ઘેરાઈ ચુકી. સ્વામિત્વ સ્થાપવા પરસ્પર યુદ્ધના મોરચા મંડાયા. આ અનર્થ પરંપરાનું નિવારણ પ્રજ્ઞા બળથી પુતળીના દ્રષ્ટાંત દ્વારા કુંવરીએ કર્યું. વિશેષમાં એ છને વૈરાગ્ય વાસિત બનાવી, જાતિ સ્મૃતિ કરાવી, સંયમ પંથના પથિકે બનાવ્યા; અને નારિ જાતિમાં પણ અમાપ શક્તિ ભરેલી છે એનું વિશ્વને ભાન કરાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034655
Book TitleVeer Pravachan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJainacharya Atmanand Janma Shatabdi Smarak Trust Board
Publication Year1939
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy