________________
વીર-પ્રવચન
[૫૫
આવ્યો કે, તું વ્યંતરી હોવાથી આ કાર્ય કરી શકી. માટે હવે આ યુગલને પીછે છોડી સ્વસ્થાનકે ચાલી જા. પુનઃ આવો ભ્રમ ન પેદા કરીશ. માતાની વિમળમતિના નિમિત્ત પરથી વિમળનાથ કહેવાયા.
શ્રી અનંત નાથ એ ચૌદમા જીનનું નામાભિધાન, અયોધ્યા નગરીના સિંહસેન રાજાના એ પોતા પુત્ર. માતાનું નામ સુયશા દેવી, વણે કંચન સમા, ગર્ભમાં હતા તે કાળે માતાએ ચૌદ સ્વપ્નો ઉપરાંત જેનો છેડો ન દેખી શકાય તેવું એક મોટું ચક્ર ભમતું જોયેલું, વળી સંખ્યા ન લાધે તેવા ગણુનાતીત રત્નોની માળા નિરખેલી, એ બધા ચિહેથી પ્રભુશ્રીનું નામ અનંત સ્થાપેલું.
પંદરમા શ્રી ધર્મનાથ એ ભાનુપને સુવ્રતા રાણીના તનુજતેઓશ્રીની જન્મભૂમિ રત્નપુરી, એમની દેહલતા સોના સદંશ દીસીમાંત હતી. ઉભય પતિ, પત્નિને પૂર્વ ધર્મ પર અલ્પ પ્રીતિ હતી, પણ પ્રભુના ગર્ભમાં આવ્યા બાદ એમાં અતિશયતા વધી પડી. નામસ્થાપવામાં એ નિમિત્તકારણ.
શાંતિના મૂર્તિમંત સ્વરૂપ સમા શાંતિનાથ એ સેલમાં શાસનાધિશ. જન્મસ્થાન ગજપુર કિંવા હસ્તિનાપુર, વિશ્વસેન ભૂપાળ અને રાણી અચિરાના એ અમાપ યશસ્વી પુત્ર. સારેય દેશ મરકીના ઉપદ્રવથી વ્યાપ્ત થઈ ગયો હતે. ચોતરફ સંખ્યાબંધ આત્માઓ દિવસ ઉગ્ય સેનાપુરની વાટે સિધાવતા હતા. ચિકિત્સકોના યત્ન રાખમાં વૃત ઢળવા સમાન નિરર્થક થઈ પડયા હતા. દરમીઆન પ્રભુગર્ભપણે ઉપન્યા. ત્યાર પછી માતા જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં શાંતિ રહેતી એટલે સારા નગરમાં જાતે ફરી વારિ છાંટણ સ્વહસ્તે કર્યું અને અલ્પ ઘટિકામાં મરકીની અસર નાશ પામી. આનું અનુકરણ દેશમાં કરાવવામાં આવ્યું અને થોડા સમયમાં મરકી ડાકિનીનું નામોનિશાન પણ ન રહ્યું. આ પ્રભાવ ગર્ભને ગણી નામઠવણ વેળાયે અનુરૂપતા જાળવી. સેના જેવી દેહડીવાળા પ્રભુએ ચક્રવર્તીની રિદ્ધિ ભોગવી. છ ખંડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com