________________
૫૪]
વીર–પ્રવચન
--
ઉપલબ્ધ થાય છે; કે જ્યારે તેઓ ગર્ભમાં આવ્યા ત્યારે ઈ મહારાજ વારંવાર ચંપા નગરીમાં પધારી રત્ન સોનૈયાની વૃષ્ટિ કરી દંપતીની પૂજા કરતાં હતાં એની સ્મૃતિમાં વાસુપૂજ્ય (વાસપૂજ્ય) એવું નામાભિધાન રાખવામાં આવ્યું.
તેરમા તીર્થપતિ વિમળનાથને જન્મ કાંપિલ્યપુરમાં થયે હતે. પિતાનું નામ કૃતવર્મા અને માતાનું નામ શ્યામાદેવી હતું. તેમની દેહડી કંચનના વર્ણ સમી દિસીમંત હતી. વિમળ નામ સ્થાપનમાં નિમ્નલિખિત વિલક્ષણ કથાનક કહેવાય છે. - ભગવંત ગર્ભે આવ્યા બાદ એક જ એવું બન્યું કે એક સ્ત્રી ભરથાર પરદેશથી આવી નગર બહારની એક દેવ કલિકામાં ઉતર્યા. એમાં એક વ્યંતરીને વાસ હતું, તેણે સુંદર સ્વરૂપના પુરૂષને જોતાં જ કામક્રીડા કરવાની લાલસા જન્મી. નિશાકાળે દંપતી જાણે નહીં એવી ગુપ્ત રીતે પેલી સ્ત્રીના જેવું રૂપ કરી તેમના ભેગી એ વ્યંતરી દેવી પણ સુઈ ગઈ. પ્રભાતકાળે પેલા પુરૂષે પિતાની બન્ને બાજુ સરખા ગાત્રવાળી લલનાઓ જોતાં અજાયબી પામી સહજ પ્રશ્ન કર્યો કે આમાં મારી સ્ત્રી કઈ ? ઉત્તરમાં ઉભય બોલી ઉઠી કે “અમે તમારી છીએ.” આટલું થતાં તે ખરી અને કૃત્રિમ રૂપધારી સ્ત્રી વચ્ચે કલહ ઉદ્દભવ્યો. એક પતિની બે માલણની તકરારને અંત કેમે કર્યો આ નહિં અને વાત ઠેઠ દરબારે પહોંચી. સમાન આકૃતિધારી લલનાઓમાંથી ખરીને પારખી આપવાનું કાર્ય રાજા પ્રધાનને પણ મુશ્કેલ થઈ પડયું. પડદે નંખાવી યવનિકામાં વિરાજેલાં સામા રાણીને મન આ સવાલનો ઉકેલ સહજ ભાસ્યો. તરત જ તેમણે પુરૂષને દૂર ઉભો રખાવી બને સ્ત્રીઓને દૂકમ ફરમાવ્યો કે “જે પિતાના શિયલના પ્રભાવથી, સ્વ સ્થાનેથી જરાપણ ખસ્યા વગર સ્વપતિને સ્પર્શ કરે તેને એ ભરે જાણો.” વ્યંતરીને આ કાર્ય સહજ લાગ્યું. તરત જ દેવભવ પ્રાપ્ત શક્તિથી હસ્ત લંબાવી સ્પર્શ કર્યો. એ પરથી નિર્ણય સંભળાવવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com