________________
૨૦]
વીર-પ્રવચન
છે એવા લગ્ન પ્રત્યે સખત અણગમે ઉભો . યાદવક્ષત્રીઓમાં ચાલ્યા આવતાં આ રિવાજ સામે તે દયાનિધિએ બળવો પોકાર્યો. “પરના આત્માને પીડ કરી, તમે જે પ્રસંગ ઉજવી રહ્યા છે એને શુભ કહેવાય જ શી રીતે!” તરત જ રક્ષકને આજ્ઞા કરી સર્વ પ્રાણી ગણને છેડી મૂકાવ્યું અને એ સાથે ‘દયા’ શું ચીજ છે એનું સર્વ ક્ષત્રિયગણને ભાન કરાવ્યું. લગ્ન તે બાજુએ રહ્યા અને કુમારે રથ પાછો વળાવ્યો. આ સાંભળતાં તે રાજેમતીને સખત આઘાત પહોંચે. ત્રણસેન્ના નાથ સમે નાવલી કરગ્રહ્યા સિવાય આમ પાછો ફરે એ શે. સÚજાય! પુત્ર વત્સલ માતા શિવાદેવી તે સામે આવી ઉભી અને વૃદ્ધ સમુદ્રવિયત સમુદ્ર સમા ગંભીર નાદથી ઉપાલંભ દેવા લાગ્યા કે—
“વિવેકી પુત્ર! ને આમ કરવું ઘટતું નથી. ગૌરવળા થનાર છવ હિંસા રૂપ મહાપાપને જ્યાં હારા કહેવાથી ત્યજદેવામાં આવ્યું છે ત્યાં હવે શું બાધ નડે છે કે તું આમ ક્ષત્રિય રીતિને નેવે મૂકી પાછા પગ માંડે છે ! કદાચ તું એમ ધારતે હઇશ કે ત્યારે તીર્થ પ્રવર્તાવવાનું છે એટલે સંસારમાં પડવું નિરર્થક છે, પણ વત્સવિચારને, શ્રી ઋષભદેવથી માંડીને એકવીશમાં નમિનાથ પર્વતના તીર્થકરમાં અપવાદ સિવાય લગભગ ઘણા ગ્રહસ્થધર્મને પાલનપૂર્વક સંયમ ધુરાના વાહક બન્યા છે. સાથે એ પણ સ્પષ્ટ છે કે બ્રહ્મચારી માટે કંઈ જૂદા શીવપુરની ગોઠવણ નથી કે જેથી ત્યારો નંબર આગળ આવે ! તે સાજન સહ આવ્યાનું સાર્થક્ય કર.
પુત્ર! અદાપિ સુધી હું મારી એક પણ વાત અવગણી નથી આ વેળા વધુ (વહુ) મુખ દર્શન કરાવવા રૂપ મારી આશા સળ કર” રાણી શિવાદેવી એ દ્રવીભૂત સાદે કહ્યું.
અરિષ્ટનેમિનું હૃદય આ બધું શ્રવણ કરતાં જ આ થયું. તિઓને બચાવનાર એ મહાત્મા, સ્વજન એવા આ માનવગણને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com