________________
વીર-પ્રવચન
[૩૯
વિષયમાં વિખરાયેલું છે. પ્રવેશકની દ્રષ્ટિયે ક્રમસર જનાવાળું વાંચન એકદમ ઉપલબ્ધ થઈ શકે તેમ નથી. કેટલાક ગ્રંથ એવા પણ છે કે જેમાં કેવળ ઉક્ત ચાર અનુગોમાંને એકાદ હોય; . પણ ઘણુ ખરતે એક જ પુસ્તકમાં અંતરાળે દરેક અનુયોગની વાત. આવી જાય તેવી સંખ્યા જ વધારે દ્રષ્ટિપથે ચડે છે. અત્રેતો એ અનુયોગો ઉપરથી નીચે પ્રમાણે વિભાગની સંકલન કરી આગળ વધવું ઉચિત ધાર્યું છે– ' (૧) એતિહાસિક વિભાગ. (૨) તાત્વિક વિભાગ. (૩) વ્રત-કરણી વિભાગ. (૪) વિદ્યમાન સાધન વિભાગ.
એ ચારના સબંધમાં અનુક્રમે બનતી સરળતાથી, પ્ય થઈ પડે તેવી સંક્ષિપ્તતાથી લેખિનીને ગતિમાન કરવાની છે. ઐતિહાસિક વિભાગ–
વીસમી સદીમાં ઘણા ખરાનું મંતવ્ય એમ હોય છે કે, જેની સાલવાર નેંધ મળતી હોય કિવા જેના ઉપર આંગ્લ શોધકેએ શીલ રશીક્કા કર્યા હોય તેટલું જ ઐતિહાસિક ગણાય જ્યારે બાકીનું બધું મિશ્રણ વા દંતકથાની શ્રેણિમાં મૂકાય. આ માન્યતા સહ મળતાં થઈ શકાય તેમ ન હોવાથી અત્રે ભાર મૂકી કહી દેવું પડે છે કે અમારા વિદ્વાન પૂર્વ પુરૂષોએ જેની સાહિત્યમાં ગુંથણી કરી છે અને જેને પ્રત્યક્ષ–અનુમાન અને આગમ પ્રમાણના મજબૂત આલંબને પ્રાપ્ત થાય છે એ સર્વને પરંપરાગત ઈતિહાસની કટિમાં મૂકતા અમને સહ જ પણ આચકે નથી આવતું. લબ્ધ થતાં કાવ્યો સ્થાનકે–રાસાઓ કે પ્રશસ્તિઓ એ સર્વમાં કવિની શક્તિ મુજબ ઓછી વસ્તી અતિશયોક્તિ અગર વર્ણન વિશાળતા અવશ્ય હોઈ શકે છતાં મૂળવતુ સાવ ક૯૫ના જાળતો નથી જ સંભવી શકતી. શોધકોની લીલો માર્ગ ન ચીંધી શકે તેટલા ખાતર એનુ મંહત્વ ઓછું આંકવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com