SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮] વીર-પ્રવચન. જાણું લઈ અન્ય દર્શને સહ એની તુલના કરી લેવાની છે તે વિના ઈતર કરતાં એની દિશા ભિન્નતા નહીં સમજાય અને છેવટે વર્તમાન 1 પરિસ્થિતિ સમક્ષ ખડા થવાનું છે. એ બધું સમજવા સારૂં જૈન અહિત્યમાં ઘણું ગ્રંથ છે. તેના ચાર ભાગ પાડવામાં આવ્યા છે. જૈન ધર્મનું સાહિત્ય-ચાર અનુયોગ) * આગળ જૈન ધર્મના ત્રણ મુખ્ય તત્વવિષે કહેવાઈ ગયું. હવે * એ ધર્મ પ્રવર્તકોએ તેમજ તેમની પરંપરામાં થયેલ સાધુ પુંગવોએ જે સાહિત્યની રચના કરી તે તરફ જરા નજર ફેરવીએ. - આજે અંગ-ઉપાંગથી માંડી વિદ્યમાન દશામાં જેટલું લખાણ ગ્રંથ–પાના કે પુસ્તક રૂપે દ્રષ્ટિ ગોચર થાય છે, તે સઘળુ નિમ્ન લિખિત ચાર માર્ગમાં વહેંચી શકાય છે– ? છે . (૧) દ્રવ્યાનુ ગ–આત્મા-કર્મ-છ દ્રવ્ય-પાંચ અસ્તિકાય આઠકમ પ્રકૃત્તિ-પાંચ સમવાય–આદિ સર્વપ્રકારના તાત્વિક વિષયના ' પુસ્તકને આ પ્રથમ કક્ષામાં મૂકી શકાય. [, (૨) ગણિતાનું યોગ–ખાસ કરીને આ વિભાગમાં ગણત્રીના વિષયને સ્થાન પ્રાપ્ત થાય છે એટલે તેમાં સૂર્ય-ચંદ્ર–તેમજ જંબુદ્વિપપ્રતિ–તેમજ તેવા પ્રકારના કાળ ગણત્રી વિગેરેના લખાણને સમા-- વેશ થાય છે. (૩) ચરિતાનુ ગ–આ ભાગ પર સૌથી વિશેષ સાહિત્ય નયણે પડે છે. જેટલા ચરિત્રના ગ્રંથે છે તે તથા એ સિવાયના જેટલા નાના મેટા કથાનકેના પુસ્તક છે એ સર્વની ગણના આ યોગમાં થાય છે. . (૪) ચરણકરણનું યોગ–આ ચતુર્થપ્રકારમાં વિધિવાદને લગતા યિાકરણને સુચવતા સર્વ લખાણને સમાવેશ થાય છે. મત ફેરનું સ્થાન પણ અહીં જ બૃહપે દેખા દે છે. ઉપર જોયું તેમ જૈનધર્મનું સાહિત્ય વિપુલ હેઈ ભિન્ન ભિન્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034655
Book TitleVeer Pravachan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJainacharya Atmanand Janma Shatabdi Smarak Trust Board
Publication Year1939
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy