SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ વીર-પ્રવચન ૩૧૨ ] પુસ્તકસંગ્રહ પણ અવશ્યમેવ હૈ જોઈએ. અરિહંતદેવના અનેકાંત માર્ગને સમજવાના સાધનોમાં વર્તમાનકાળે મુખ્યતા “મૂર્તિ અને આગમ” ની જ છે. ઉપરને રસ્તે માત્ર સૂચનરૂપ છે. બાકી વીસમી સદીના વિઝાનયુગમાં જ્ઞાનપ્રચારના ઘણું ઘણું સુંદર માર્ગો પ્રચલિત છે કે જેનો લાભ જૈન સમાજ પણ વિનાસંકેચે લઈ શકે છે અને એ દ્વારા શ્રી તીર્થંકર પરમાત્માની અમેઘ વાણી માત્ર હિંદુસ્તાનમાં જ નહિ પણ પશ્વિમાત્ય દેશોમાં અને સારાયે વિશ્વમાં એટલે કે અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને આફ્રિકાના ખૂણામાં પણ ફેલાવી શકે છે. એના પાનથી કેટિગમે છ કલ્યાણસાધક બનવા સુલભ છે. વળી સર્વદેવની અનુપમ વાણીને ભિન્નભિન્ન ભાષાઓમાં ઉતારી અતિશય સસ્તી કિંમતે પ્રચાર કર ઘટે કે જેથી માત્ર તે વિદ્વાન કે શ્રીમંતના ઉપયોગનું સાધન ન બની રહેતાં સામાન્ય કક્ષામાં વર્તતા છ માટે અને ઓછી કમાણીવાળા લેકે માટે પણ ભોગ્ય બને. જ્ઞાની પુરુષોએ સ્વસિદ્ધાંત સંસ્કૃત જેવી પંડિતગ્ય ગિરામાં ન રચતાં પ્રાકૃત જેવી સાદી વાણીમાં સરજ્યા એને હેતુ તે એટલે જ કે એને લાભ બાળજી અને મંદ બુદ્ધિવાળા આત્માઓ પણ લઈ શકે. જ્ઞાન પર્વનું સુંદર આરાધન ઉપરોક્ત પંથે ગયા વિના કયાંથી થઈ શકે? ૪. મૌન એકાદશી (માગશર સુદ ૧૧). આ પર્વ પણ તપ આરાધન અર્થે જ છે. જ્ઞાનપંચમી જેમ જ્ઞાનગુણની સાધના સાર છે તેમ આ એકાદશી મૌન ગુણ ખીલવવા માટે છે. દરેક વ્યક્તિ મોનતાને કેળવીને ઘણું પ્રગતિ સાધી શકે છે. એથી આવતા કર્મો પર ઠીક-ઠીક અંકુશ પ્રાપ્ત થાય છે. માત્ર જરૂર પૂરતી જ ભાષા વાપરવાની શક્તિ સિદ્ધ થાય છે. વળી એ ભાષા પણ વિચારપૂર્વક પ્રગટ કરાય છે, એટલે એની અસર ઘણું જ વેગવાળી હોય છે. આ બધી શક્તિ પ્રાપ્ત કરવાનું સાધન વાણી પર અંકુશ રાખી વિચારપૂર્વક કેળવવામાં આવેલી મૌનવૃત્તિ જ છે. એ વેળા આત્મચિંતનને સંપૂર્ણ અવકાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034655
Book TitleVeer Pravachan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJainacharya Atmanand Janma Shatabdi Smarak Trust Board
Publication Year1939
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy