________________
વીર-પ્રવચન
[૩૧૧
–
મુખ્ય હેતુ તે એમાં એ પણ છે કે જેમાસું પસાર થયું હોવાથી ભંડારામાં સાચવી રાખેલ પ્રત-પુસ્તકને સુર્યના પ્રકાશમાં ગોઠવવા કે જેથી ભેજ હવા આદિ ઊડી જાય તેમજ આત્માનો જે મુખ્ય ગુણ જ્ઞાન તેની ખીલવણી થાય. એની પૂજા પ્રભાવના કરવાથી જ્ઞાનાવરણીય કર્મ તેડવાની શુભ ભાવના પણ આ પર્વની ઉજવણીમાં સમાયેલી છે. આ દિને દરેક વ્યક્તિએ યથાશક્તિ તપ કરી મતિ આદિ પાંચે જ્ઞાનના આરાધન માટે સારાયે દિવસ દ્રવ્ય-ભાવ-પૂજન ઉપરાંત કાયોત્સર્ગ અને નવકારવાળીદ્વારા જાપમાં વ્યતીત કરવાને છે. ચાલુ સમયે આ દિને દરેકે દરેક ઉપાશ્રયમાં જ્ઞાનના સાધને ઠવણચંદ્રવાદિની સામગ્રી સહિત ગોઠવવામાં આવે છે. જોકે તે સન્મુખ ધુપ-દીપ ધરે છે, નૈવેદ્ય–ફળ ઢોકે છે અને અક્ષત વધારે છે તેમજ વાસક્ષેપ-પુષ્પવડે તેની પૂજા કરે છે. વળી ખાસ કરી કાગળના ભુંગળા ને બરાના ટુકડા મૂકે છે. આ પ્રથા અસલની રહસ્યમય પ્રણાલિકાનું લીસોટારૂપ આચરણમાત્ર છે.
દેશ-કાળ પર લક્ષ દેડાવી આજે જ્ઞાનપૂજનને વિસ્તાર જુદી રીતે કરવો જોઈએ. છાપવાની શેધ પછી ગ્રંથ પ્રગટ કરવામાં ઘણું સરલતા થઈ છે, એટલે હવે માત્ર જ્ઞાન ભંડારમાં બંધ કરી રાખવાને બદલે પશ્ચિમાત્ય દેશની પદ્ધતિ પ્રમાણે વિશાળ લાયબ્રેરી યાને પુસ્તકાલય તરીકે સુંદર મકાનની પસંદગી કરી સારા કબાટમાં રાખવું ઘટે અને એ મૂકવા લેવા માટે તેમજ સર્વ કઈ જિજ્ઞાસુ તેને છૂટથી ને સરળતાથી લાભ લઈ શકે તેવો ઉચિત પ્રબંધ કરવો જોઈએ. જ્ઞાનપંચમી ભલે મુખ્ય પર્વ રહે, બાકી આત્માના પ્રધાન ગુણરૂપ જે જ્ઞાન એની પૂજા આરાધના સતત થાય એ હેતુથી ઠેર ઠેર સરરવતીના મંદિર ઊભા કરવા જોઈએ. એક પૂજ્ય સૂરિમહારાજના વચન અનુસાર કહીએ તો પ્રત્યેક દેવમંદિર કે જ્યાં વીતરાગની ધ્યાનસ્થ મુદ્રાવાળી મૂર્તિ બિરાજતી હોય છે ત્યાં એ જ વીતરાગદેવે દર્શાવેલ આત્મકલ્યાણના માર્ગને સમજાવનાર આગમ-સંગ્રહ અર્થાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com