________________
વીર-પ્રવચન
[ ૩૧૩
મળે છે. બાહ્યવૃત્તિઓથી પરાક્ષુખતા પ્રાપ્ત થાય છે એટલે આત્માને આંતરિક વિષયમાં વિચારવાનું સરળ થઈ પડે છે. આજે પણ આપણે મહાત્મા ગાંધીજીના મૌન સોમવારનું મહામ્ય આપણ નજર સામે જોઈ રહ્યા છીએ. જો કે આ પર્વના મૂળમાં ઊતરતાં એની ઉત્પત્તિ તીર્થંકરદેવ શ્રી નેમિનાથ સાથે વાસુદેવ શ્રી કૃષ્ણના વાર્તાલાપ પરથી જણુય છે છતાં બુદ્ધિ સહ મેળ મેળવતાં આ ગુણની આવશ્યકતા પણ પ્રત્યેક વ્યક્તિને ઓછી તે નથી જ, કષાયોને ધવાનો મૌનસેવન એ રાજમાર્ગ છે.
૫. કાર્તિક ચોમાસી (કા. શુ. ૧૪). આ દિને દેશાવકાસિક વા પૌષધ તપ કરનારાઓની સંખ્યા વિશેષ હોય છે. તપની આરાધના અને વીશ જિનની વંદના એ મુખ્ય કર્તવ્ય છે. સંધ્યાકાળે માત્ર દિવસ સંબંધી જ નહીં પણ ગત ચાર મહિના દરમિયાન થએલ દષની ચૌમાસી પ્રતિક્રમ વેળા ક્ષમાપના કરવામાં આવે છે. આ પ્રથમ ચૌમાસી છે. આ દિવસ પછી ભાજી, પાન, ખજુર વગેરે ખાવાનીછૂટ થાય છે. ઉકાળેલા પાણી વિગેરેને કાળ પણ બદલાય છે. તાત્પર્ય એ જ કે શિયાળાની ઋતુ બેસતી હોવાથી તેને અનુરૂપ ક્રમ ગોઠવાય છે.
૬. કાર્તિક પૂર્ણિમા (કા. શુ. ૧૫). આ દિને અવશ્ય તપ કરનારા હોય છે છતાં મુખ્ય રીતે આ પર્વ દેવદર્શન યાને સિદ્ધાચળ યાત્રાદિન તરીકે સુપ્રસિદ્ધ છે. એ પવિત્ર દિવસે શ્રી શત્રુંજયગિરિ પર ઘણું છે ભૂતકાળમાં મુક્તિપદને વર્યા છે તેથી પાલીતાણામાં એ દિને ખાસ કરીને માટે યાત્રાળુ સમૂહ એકઠા થાય છે, વળી
માસા પછી યાત્રા શરૂ કરવાને એ પ્રથમ દિન હોવાથી પણ સહજ જનસંખ્યા વિશેષ હોય છે. જ્યાં જ્યાં જૈન સમુદાય વસ્યો હોય છે. ત્યાં ત્યાં આ દિવસે શહેર યા પ્રામની નજદીકમાં સિદ્ધાચળને પટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com