________________
૨૪]
વીર-પ્રવચન
બાકી “વેદને ન માનવા માત્રથી જે નાસ્તિક થઈ જવાતું હોય તે કેવળ જૈન દર્શન જ નહિ પણ ખ્રિસ્તીધર્મ–ઈસ્લામધર્મ અને પ્રાર્થના સમાજ કે જે હિંદુધર્મની શાખા છે તે સર્વ એ કક્ષામાં આવી જશે.
જગતકર્તા ઈશ્વર માનવો એ જ માત્ર કંઈ આસ્તિકદશાનું લક્ષણ નથી અને હાઈપણ ન શકે. બુદ્ધિથી જે વાત ગળે ન ઉતરી શક્તી હેય અથવા તે જ્યાં યુક્તિઓ દ્વારા વાતનું એકઠું બેસી શકતું નહેાય ત્યાં કેવળ આસ્તિક થવાના નામે હાજી હા કરવી એ કોના - ઘરને ન્યાય! ભગવત ગીતા કે જેના કથક શ્રીકૃષ્ણને માનવામાં આવે
છે તે પણ શું વદે છે – । न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः । . . : વિચારે આ શ્લોકથી શું શ્રીકૃષ્ણ પણ નાસ્તિકતાની ખીણમાં નથી ગબડી પડતા? પણ ખરી રીતે નાસ્તિતાની વ્યાખ્યા ઉપર બાંધી તેજ છે; તેથી જૈનધર્મને નાસ્તિક કહેનારાના પ્રલાપ પિતાની
જનનીને વંધ્યા કહેવા સમાન નિરર્થકજ છે. ' પ્રારંભમાં આટલું કહ્યા પછી આપણે આપણું મૂળ વિષય
તરફ વળીએ. એટલું ધ્યાનમાં રાખવાનું છે કે આપણું કાર્ય અન્ય દર્શનની તુલના કરવાનું કે જૈનદર્શનની શ્રેષ્ઠતા સ્થાપવાનું નથી. પણ શ્રદ્ધાપૂર્વક જૈનદર્શન યાને જૈનધર્મ શું ચીજ છે તે સમજાય તેવી રીતે અવલોકન કરતાં જવાનું છે. દરેક વસ્તુનું સ્વરૂપ યથાર્થ જાણ્યા પછી જ એના ગુણદોષ જણાય છે. એમાં રહેલી ચમત્કૃતિ યા વિશિછતાને ખ્યાલ પણ ત્યારે જ આવે છે. દેવસ્વરૂપ- અરિહંત અને સિદ્ધ મહારાજને સમાવેશ દેવ તત્વમાં થાય છે, કેમકે સંપૂર્ણપણે અઢાર દૂષણ પર કાબુ મેળવનાર મહાન વિભૂતિઓ એજ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com