________________
વીર–પ્રવચન
[૨૫
જ્ઞાનાંતરાય, લાભાંતરાય, ભાગાંતરાય, ઉપભાગાંતરાય, વીર્યંતરાય, હાસ્ય રતિ, અતિ ભય, જુગુપ્સા, શાક, કામ, મિથ્યાત્વ, અજ્ઞાન, નિંદ્રા, અવિરતીપણું રાગ અને દ્વેષ મળીને અઢાર દૂષણા ગણાય છે. એમાંના એક પણુ દેવત્વના નામને મશીને કૂક લગાડે તેમ છે, તે પછી જ્યાં એકથી અધિકનુ અસ્તિત્વ હૈાય ત્યાં પ્રભુત્વ કેટલી પળ ટકી શકે એ વિચારણીય છે. અત્રે એટલું કહેવું કાફી છે કે એ દેાષાનુ જડમૂળથી નિકંદન કર્યા બાદ અરિહંત પદની પ્રાપ્તિ થઈ શકે છે, ત્યારે જ પ્રાતિહા અને અતિશાયીપણાની અનુપમ લક્ષ્મીને ચેગ સાંપડે છે. અત્રે એક વાત ધ્યાનમાં રાખવાની છે અને તે એકે સપૂર્ણ પણે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેદનીય, આયુ, નામ, ગાત્ર અને અંતરાય રૂપ આઠ કર્મોના ક્ષય કરી નાંખ્યા બાદ સિદ્ધત્વ લખ્યું કરી શકાય છે. જ્યારે અરિહત થવામાં તે એમાંના જ્ઞાનાવરણીય, દર્શોનાવરણીય, મેાહનીય અને અંતરાય રૂપ ચાર ધાતી કર્માને જ ક્ષય કરવા પડે છે. એ આત્મ ગુણને ધાત કરનારા હાવાથી ‘ઘાતી ' કહેવાય છે. આ રીતે દરજ્જામાં સિદ્ધ અરિહંતથી ઉંચા હોવા છતાં ગણત્રીમાં અરિહંત પ્રથમ લેવાય છે તે એટલા માટે જ કે તેએ પૃથ્વી તળપર વિચરી કેવળજ્ઞાન રૂપી દિવ્ય આરિસાની હાયથી ઉપદેશની અમીવર્ષા દ્વારા ભવ્યવાના કલ્યાણમાં સાધનભૂત અને છે; અર્થાત્ ‘ સવી જીવ કરૂં શાસન રસી ’રૂપ ભાવ યા વિસ્તારે છે. તેથી એમના ઉપકાર સિદ્ધ ભગવાન કરતાં વિશેષ છે. સિદ્ધપણામાં જ્યાં દેહ, ઇંદ્રિય કે સંસારમાં વસવાટ સરખા નથી ત્યાં કંઈપણ કરવાપણુ હાય જ શેનુ ? કેવળ આત્મ ગુણુમાં રમણતા અને ચૌદ રાજલોકને અંતે રહેલ સ્ફટિક રત્નની શિલા સમી નિર્મળ ભૂમિમાં કાયમના વાસ એજ સિદ્ધત્વની મહત્તા. સિદ્ધચક્રના યંત્રમાં અરિહંત પદની ઉપર એમનુ સ્થાન છે. એ સર્વોપરિતા સૂચક છે.
અરિહંતમાં તીર્થંકરપણાને ભાવ રહેલા છે. તીર્થંકર નામ રૂપ શુભ કર્મ સિવાયના આત્માઓ કે જે ‘ધાતી’કર્મને નાશ કરે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com