________________
વીર-પ્રવચન
[ ર૩
માફક જેને પણ ઘણી જાતના દેવતાઓને માને છે. તેમાં પણ ઈદ્રિાદિ દેવોના નામે છે. અલબત્ત એટલું કહેવું પડશે કે હિંદુધર્મની માફક જૈનધર્મ ઈશ્વરને જગતના કત્તા તરિકે સ્વીકારતા નથી. એની થીયરી (સિદ્ધાંત) પ્રમાણે સૃષ્ટિમંડાણ અને તેના રક્ષણ સંબંધીને સર્વ વ્યવહાર કર્મના શીરે છે. જૈન સિદ્ધાન્ત પ્રમાણે તે આત્માઓ પરમેશ્વર કહેવાય છે કે જેઓએ સંપૂર્ણ પ્રકારે કર્મોનો ક્ષય કરી પૂર્ણ પણે અક્ષય જ્ઞાનની પ્રાપ્તિ કરી હોય છે. આ સિવાયના ઇંદ્રાદિ દેવો કિવા અન્ય કેઈ આત્માઓને પરમેશ્વર તરીકે ઓળખવામાં આવતા નથી. ઉપરોક્ત પ્રકારના પૂર્ણ આત્માઓને પરમેશ્વર કિવા શીવ, શંકર, પુરૂષોત્તમ, બુદ્ધ કે અહંન્તના નામથી સ્તવવામાં આવે છે. એ કરતાં ઉતરતા પ્રકારના દેવ જેવા કે ઈ-ચંદ્રાદિ એ સર્વ જે કે ઉંચા પ્રકારના શક્તિશાળી આત્માઓ છે; છતાં તેઓને પણ પિતાનું પુન્યરૂપ ભાતુ વાપરવાથી ખલાસ થયે પુનઃ જન્મ ધારણ કરી જપ અને તપ દ્વારા પૂર્ણતા સાધવાની બાકી હોય છે. ટૂંકમાં કહીયે તે તેઓને દરજો સુખ શક્તિમાં ને રિદ્ધિસિદ્ધિમાં ચઢીયાત હોવા છતાં–પૂર્ણતાસંપૂર્ણ જ્ઞાન દશાથી તેઓ પણ ઘણું વેગળા છે. પરમાત્મ પદ પ્રાપ્ત કરવા સારૂં તેઓને પણ માનવનિમાં જન્મ લેવો પડે છે.
આ સ્પષ્ટ બાબતથી સમજાય તેમ છે કે જેનદર્શનની નાસ્તિક મત તરીકે વ્યાખ્યા કરનારા ધુમાડાના બાચકા ભરે છે ! બલકે અંધારામાં ગોથાં ખાય છે! નાસ્તિકની વ્યાખ્યાનું પણ તેમને ભાન હેય તેમ લાગતું નથી. મહાન વ્યાકરણકાર “પાણિની” કહે છે--
सस्ति नास्ति टिष्टं मतिः ४४६० अस्ति परलोक इत्येवं मतिर्यस्य स आस्तिकः । नास्तीति मतिमस्य स नास्तिकः
અર્થાત જેઓ પરલેક કે પુનર્જન્મ નથી માનતા તેઓ જ નાસ્તિક છે જ્યારે એમ માનનારા જરૂર આસ્તિક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com